શોધખોળ કરો
Advertisement
સાઉથની હૉટ એક્ટ્રેસ એવી ભાજપની નેતાની કારનો કન્ટેઈનરે બોલાવી દીધો ખુરદો, એક્ટ્રેસ માંડ બચી. જાણો શું કર્યો આક્ષેપ?
ખુશ્બુ સુંદર ટોચની તામિલ અભિનેત્રી હતા. તેમણે તેલુગુ અને કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ કામ કર્યું છે
નવી દિલ્હીઃ તામિલનાડુની બીજેપી નેતા ખુશ્બુ સુંદર મલ્લામારુવધુરની પાસે કાર અકસ્માત નડ્યો છે. ખુશ્બુ સુંદર બીજેપી નેતા હોવાની સાથે સાથે એક્ટ્રેસ પણ છે. ખુશ્બુ સુંદરની કારને કન્ટેઇનરે ટક્કર મારતા કારનો ખુરદો બોલી ગયો છે, કારને ભારે નુકશાન પહોંચ્યુ છે, જોકે કોઇ ઇજા નથી થઇ, ખુદ ખુશ્બુ સુંદરે આ વાતની જાણકારી ટ્વીટ કરીને આપી છે. ખુશ્બુ સુંદર ટોચની તામિલ અભિનેત્રી હતા. તેમણે તેલુગુ અને કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ કામ કર્યું છે.
ખુશ્બુ સુંદર કોંગ્રેસમાં તાજેતરમાં જ ભાજપમાં સામેલ થઇ છે, આ કારણે આ રોડ અકસ્માતની દૂર્ઘટના પર તેનો આડકતરી રીતે કોંગ્રેસ પર આરોપ લગાવ્યો છે. ખુશ્બુ સુંદરે આ અકસ્માતને લઈને ષડયંત્ર તરફ ઈશારો કર્યો છે. ખુશ્બુ સુંદરે આ અકસ્માતની જાણકારી ટ્વિટ કરીને આપી. પોલીસ કન્ટેઈનરના ડ્રાઈવરની પુછપરછ કરી રહી છે.
ખુશ્બુ સુંદરે ટ્વિટ કરીને કહ્યું હતું કે, અમારી કાર રોડ પર એકદમ યોગ્ય લાઈનમાં ચાલી રહી હતી પરંતુ અચાનક એક ટેંકરે આવીને અમારી કારને ટક્કર મારી દીધી. આ અકસ્માત મોલામરવાથુર નજીક ઘટ્યો હતો. ખુશ્બુ સુંદર વેલ યાત્રી કાર્યક્રમમાં હાજરી આપવા માટે કડલોર જઈ રહી હતી.
ખુશ્બુ સુંદરે ટ્વિટર પર લખ્યું કે- ભગવાન મુરુગને તેમને બચાવી લીધા. તેમના પતિને ભગવાન મુરુગન પર અપાર શ્રદ્ધા છે. તેમણે જણાવ્યું કે પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
સમાચાર
આરોગ્ય
Advertisement