શોધખોળ કરો
Advertisement
BJP નેતાનો દાવો- સુશાંત સિંહ રાજપૂતની લડાઇ થાય પછી થઇ હત્યા, દિશા સાલિયાન સાથે જોડાયેલો છે કેસ
નારાયણ રાણેનો દાવો છે કે લડાઇ બાદ સુશાંતની હત્યા કરી દેવામાં આવી, તેમને કહ્યું કે, સુશાંત આત્મહત્યા ના કરી શકે. દિશાએ સુસાઇડ નથી કર્ય. બન્નેની હત્યા થઇ છે
મુંબઇઃ મહારાષ્ટ્રના બીજેપી નેતા નારાયણ રાણે એકવાર ફરીથી સુશાંત કેસને લઇને મોટુ નિવેદન આપ્યુ છે. તેમને કહ્યું કે, બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની હત્યા થઇ છે, અને ન્યાય મળે ત્યાં સુધી તેઓ તેના માટે અવાજ ઉઠાવતા રહેશે. નારાયણ રાણેનો દાવો છે કે લડાઇ બાદ સુશાંતની હત્યા કરી દેવામાં આવી, તેમને કહ્યું કે, સુશાંત આત્મહત્યા ના કરી શકે. દિશાએ સુસાઇડ નથી કર્ય. બન્નેની હત્યા થઇ છે.
મહારાષ્ટ્રના પૂર્વ સીએમ નારાયણ રાણેએ સીબીઆઇ તપાસ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે, તેમને કહ્યું, તેમની પાસે સબૂત છે, જેને સીબીઆઇ પાસે પહોંચાડી ચૂક્યો છુ. સીબીઆઇની તપાસ યોગ્ય દિશમાં ચાલી રહી છે. તે સબૂતોના આધાર પર સીબીઆઇ આગળની તપાસ કરશે, અને રિપોર્ટ તૈયાર કરશે, તો મને લાગે છે કે આ આત્મહત્યા નથી મર્ડર સાબિત થશે.
સરકારના ઇશારા પર નષ્ટ કરાયા સબૂત
નારાયણ રાણે પહેલા પણ એવી આશંકા વ્યક્ત કરી ચૂક્યા છે કે, મુંબઇ પોલીસે પણ દબાણમાં તપાસ કરી હતી, કેસ સીબીઆઇની પાસે ગયો ત્યાં સુધી મુંબઇ પોલીસે મહારાષ્ટ્ર સરકાર માટે સબૂતોને નષ્ટ કરી દીધા. તેમનુ માનવુ છે કે દિશા સાલિયાનની કથિત આત્મહત્યાથી સુશાંત સિંહ રાજપૂતનો કેસ જોડાયેલો છે.
મુંબઇ પોલીસ દબાણમાં કરી રહી હતી તપાસ
આ પહેલા, એબીપી ન્યૂઝ સાથેની વાતચીત દરમિયાન રાણેએ કહ્યું હતુ કે, જો જાણકારી મળી તેનાથી મને લાગી રહ્યું છે કે આ આત્મહત્યા નથી, મર્ડર છે. મુંબઇ પોલીસ એવુ સમજીને કેસની તપાસ કરી રહી છે કે આ આત્મહત્યા છે. મુંબઇ પોલીસ કોઇ દબાણમાં આવીને કેસની તપાસ કરી રહી છે. મુંબઇ પોલીસ કોઇને પ્રૉટેક્ટ કરી રહી છે, એવુ લાગે છે. એટલે મુંબઇ પોલીસની ઉપર સુશાંત સિંહ રાજપૂતને ન્યાય મળશે એવુ નથી દેખાઇ રહ્યું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
આઈપીએલ
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion