શોધખોળ કરો
Advertisement
બૉલીવુડની આ જાણીતી એક્ટ્રેસ શહેરમાં કાળા રંગની પીપીઇ કીટ પહેરીને નીકળી, જાણો શું છે કારણ
બૉલીવુડ એક્ટ્રેસ શ્રુતિ હસન તાજેતરમાં જ કામના સિલસિલામાં ટ્રાવેલ પર ગઇ હતી, આ દરમિયાન તેને એક પીપીઇ કીટ પહેરેલી તસવીર પૉસ્ટ કરી જે ખુબ વાયરલ થઇ રહી છે
નવી દિલ્હીઃ દેશભરમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે, ત્યારે દેશમાં દરેક જગ્યાએ લોકો સાવધાની રાખી રહ્યાં છે, આ લિસ્ટમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકો પણ સામેલ છે. હાલ શૂટિંગ તથા અન્ય કામો માટે હીરો-હીરોઇનોને ટ્રાવેલ કરવુ પડી રહ્યું છે, પરંતુ કૉવિડ મહામારીના કારણે યોગ્ય ઇક્વિપમેન્ટ સાથે રાખવુ જરૂરી બન્યુ છે. ત્યારે કમાલ હસનની દીકરી અને બૉલીવુડ એક્ટ્રેસ શ્રુતિ હસન પીપીઇ કિટમાં દેખાઇ છે.
બૉલીવુડ એક્ટ્રેસ શ્રુતિ હસન તાજેતરમાં જ કામના સિલસિલામાં ટ્રાવેલ પર ગઇ હતી, આ દરમિયાન તેને એક પીપીઇ કીટ પહેરેલી તસવીર પૉસ્ટ કરી જે ખુબ વાયરલ થઇ રહી છે.
એક્ટ્રેસ શ્રુતિ હસન કામને લઇને હૈદરાબાદ, બેંગ્લુરુ અને ચેન્નાઇ જેવા મોટા શહેરોમાં અવરજવર કરી રહી છે, કોરોના અને ફેન્સને ધ્યાનમાં રાખી એક્ટ્રેસ પોતાની સુરક્ષા માટે કાળા રંગની પીપીઇ કીટ પહેરી હતી. શ્રુતિ હસનએ ઇન્સ્ટા પર તસવીર શેર કરતાં કેપ્શનમાં લખ્યું- 'Travel ready', #DoesItComeInBlack. ઉલ્લેખનીય છે કે લોકો સામાન્ય રીતે વ્હાઇટ કલરની પીપીઇ કીટ પહેરતા હોય છે, પરંતુ એક્ટ્રેસ ફેન્સથી બચવા માટે કાળા રંગની પીપીઇ કીટ પહેરીને શહેરમાં નીકળી હતી.
એક્ટ્રેસ શ્રુતિ હસને દિગ્ગજ એક્ટર કમાલ હસનની દીકરી છે, અને તેને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક ગાયક તરીકે કેરિયર શરૂ કરી હતી, એક્ટ્રેસ બહુમુખી પ્રતિભા ધરાવે છે. તેના સંગીત અને ગીતોને ઋત્વિક રોશન સહિતના સ્ટારે પણ પ્રસંશા કરી ચૂક્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
રાજકોટ
ટેકનોલોજી
Advertisement