શોધખોળ કરો
Advertisement
જીમમાં કસરત કરતાં-કરતાં 'લુંગી ડાન્સ' પર ડાન્સ કરવા લાગી દીપિકા પાદુકોણ, વીડિયો વાયરલ
દીપિકાએ કસરત કરતી વખતે પોતાની જ ફિલ્મનુ ગીત લુંગી ડાન્સ ગાઇને જબરદસ્ત અંદાજમાં વર્કઆઉટ અને ડાન્સ સ્ટેપ્સ કર્યા હતા
મુંબઇઃ બૉલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણનો સોશ્યલ મીડિયા પર એક વીડિયો ખુબ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં દીપિકા પાદુકોણ વર્કઆઉટ કરતી દેખાઇ રહી છે. પણ ખાસ વાત છે કે, તે જીમમાં કસરત કરતી વખતે ડાન્સ પણ કરી રહી છે.
વાયરલ થયેલા વીડિયોમાં એક્ટ્રેસ જીમમાં પોતાના ટ્રેનરની સાથે દેખાઇ રહી છે. આ કસરત કરતી વખતે પોતાની જ ફિલ્મનુ ગીત લુંગી ડાન્સ ગાઇને દીપિકા જબરદસ્ત અંદાજમાં વર્કઆઉટ અને ડાન્સ સ્ટેપ્સ કરતી દેખાઇ રહી છે.
આ વીડિયોમાં સેલિબ્રિટી ફિટનેસ ઇન્સ્ટ્રક્ટર યાસ્મીન કરાચીવાલા પણ દેખાઇ રહી છે. યાસ્મીને આ વીડિયો શેર કરતાં કેપ્શનમાં લખ્યુ- "વીકેન્ડ મૉટિવેશન. દીપિકા પાદુકોણ એક પરફેક્ટ કૉમ્બિનેશન છે જે મહેનત અને ફન કરવુ સારી રીતે જાણે છે. આ જ કારણ છે કે સવારે 6 વાગે વર્કઆઉટ પણ સારી રીતે કરે છે."
દીપિકાના વર્કફ્રન્ટની વાત કરીએ તો દીપિકા પાદુકોણ છેલ્લીવાર ફિલ્મ 'છપાક'માં દેખાઇ હતી. આ ફિલ્મ જાન્યુઆરીમાં રિલીઝ થઇ હતી. હવે તે પોતાની આગામી ફિલ્મ '83'માં દેખાશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દેશ
બિઝનેસ
Advertisement