શોધખોળ કરો
Advertisement
ચહલની મંગેતરનો વધુ એક હૉટ વીડિયો વાયરલ, 'ઇશ્ક તેરા તડપાવે' પર કર્યો ધાંસૂ ડાન્સ
તાજેતરમાં જ ધનાશ્રી વર્મા પોતાની ટીમની સાથે 'ઇશ્ક તેરા તડપાવે' ગીત પર ધમાકેદાર ધાંસૂ ડાન્સ કરતી દેખાઇ રહી છે. જોકે ખાસ વાત છે કે આ એક કાંચની સામે ડાન્સની પ્રેક્ટિસ કરી રહી છે. ધનાશ્રી વર્માએ આ વીડિયોને શેર કરતાં કેપ્શનમાં લખ્યું- અમે આ રીતે રિહર્સલ કરીએ છીએ. વીડિયોમાં ધનાશ્રી ગજબની એનર્જી બતાવી રહી છે
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટર યુજવેન્દ્ર ચહલની મંગેતર ધનાશ્રી વર્મા પોતાના ડાન્સ વીડિયોના કારણે આજકાલ સોશ્યલ મીડિયા પર કુબ ધમાલ મચાવી રહી છે. તેના ડાન્સ વીડિયો ફેન્સને ખુબ પસંદ આવી રહ્યાં છે, હવે આ કડીમાં તેને વધુ એક ડાન્સ વીડિયો શેર કર્યો છે.
તાજેતરમાં જ ધનાશ્રી વર્મા પોતાની ટીમની સાથે 'ઇશ્ક તેરા તડપાવે' ગીત પર ધમાકેદાર ધાંસૂ ડાન્સ કરતી દેખાઇ રહી છે. જોકે ખાસ વાત છે કે આ એક કાંચની સામે ડાન્સની પ્રેક્ટિસ કરી રહી છે. ધનાશ્રી વર્માએ આ વીડિયોને શેર કરતાં કેપ્શનમાં લખ્યું- અમે આ રીતે રિહર્સલ કરીએ છીએ. વીડિયોમાં ધનાશ્રી ગજબની એનર્જી બતાવી રહી છે.
થોડા સમયે પહેલા ધનાશ્રીનો એક વીડિયો યુટ્યૂબ પર ખુબ ધમાલ મચાવી રહ્યો હતો, જેમાં ધનાશ્રી જબરદસ્ત અંદાજમાં ડાન્સ કરતી દેખાઇ રહી છે. ધનાશ્રી કેમિલા કેબેલોના ગીત સેનોરિટા પર વિદેશી છોકરા સાથે રૉમેન્ટિક ડાન્સ કરી રહી હતી.
ખાસ વાત છે કે યુજવેન્દ્ર ચહલની મંગેતર ધનશ્રી વર્મા પ્રૉફેશનલ કૉરિયાગ્રાફર છે, અને સોશ્યલ મીડિયા પર તેની ખુબ મોટુ સંખ્યામાં ફેન ફોલોઇંગ છે. ઉલ્લેખનીય છે કે, ચહલે 8મી ઓગસ્ટે ધનાશ્રી સાથે સગાઈ કરી હોવાનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. ફોટો શેર કરીને તેણે લખ્યું, અમે અમારા પરિવારો સાથે હા કહીં. જે બાદ સોશિયલ મીડિયા ટ્વિટર પર ચહલ ટ્રેન્ડ થયો હતો અને લોકોએ અવનવા મીમ્સ બનાવીને શેર કર્યા હતા.
પ્રતિકાત્મક તસવીર
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement