શોધખોળ કરો
Advertisement
ડ્રગ્સ મામલે રિપોર્ટિંગ કરનારા મીડિયાને રોકવા માટે હાઇકોર્ટ પહોંચી આ હૉટ એક્ટ્રેસ, જાણો વિગતે
એનસીબીના હાથે કેટલાક મોટા બૉલીવુડ સેલેબ્સના ડ્રગ્સ કનેક્શનના પુરાવા હાથ લાગ્યા છે, ટીવી ન્યૂઝ ચેનલો અને મીડિયામાં પુરજોશથી બતાવવામાં આવી રહ્યો છે. ત્યારે આ વાતથી નિરાશ થયેલી અભિનેત્રી રકુલ પ્રીત સિંહએ હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા છે
મુંબઇઃ બૉલીવુડમાં હાલના સમયમાં ડ્રગ્સનો મામલો ખુબ ચર્ચાએ ચઢ્યો છે, એનસીબીના હાથે કેટલાક મોટા બૉલીવુડ સેલેબ્સના ડ્રગ્સ કનેક્શનના પુરાવા હાથ લાગ્યા છે, ટીવી ન્યૂઝ ચેનલો અને મીડિયામાં પુરજોશથી બતાવવામાં આવી રહ્યો છે. ત્યારે આ વાતથી નિરાશ થયેલી અભિનેત્રી રકુલ પ્રીત સિંહએ હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા છે.
બૉલીવુડ અભિનેત્રી રકુલ પ્રીત સિંહ દિલ્હી હાઇકોર્ટ પહોંચી છે, તેને કોર્ટમાં અપીલ કરી છે કે મીડિયાને તાત્કાલિક વચગાળાના નિર્દેશ આપીને અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત મામલા સાથે જોડાયેલી ડ્રગ્સ તપાસથી જોડીને વિરુદ્ધ રનિંગ શૉના પ્રસારણ કે આલેખોના પ્રકાશન કરવામાં રોકવામાં આવે. આ મામલાની સુનાવણી આગામી અઠવાડિયે થવાની સંભાવના છે.
અધિવક્તા હિમાંશુ યાદવ, અમને હિંગોરાની અને શ્વેતા હિંગોરાનીના માધ્યમથી દાખલ કરવામાં આવેલી અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે રકુલ પ્રીત ફિલ્મ કરીને શૂટિંગના સિલસિલામાં આ સમયે હૈદરાબાદમાં છે. તે મીડિયામાં આવેલી આ ખબરોને જોઇને સ્તબ્ધ છે કે મુંબઇના નાર્કોટિક્સ કન્ટ્રૉલ બ્યૂરોએ 24 સપ્ટેમ્બરે તેને રિયા ચક્રવર્તી સાથે જોડાયેલા ડ્રગ્સ કેસમાં સમન્સ મોકલ્યુ છે.
અરજીમાં કહેવામાં આવ્યુ છે કે અરજીકર્તાને એનસીબીએ તરફથી હૈદરાબાદ કે મુંબઇના કોઇપણ સરનામે સમન્સ નથી મળ્યુ.
ઉલ્લેખનીય છે કે ડ્રગ્સ કેસમાં એનસીબીની ટીમે અભિનેત્રી રકુલ પ્રીત સિંહ સાથે પુછપરછ કરી, તેની સાથે લગભગ 4 કલાક પુછપરછ ચાલી. સુત્રો અનુસાર રકુલપ્રીતે કબુલ કર્યુ કે તેને વર્ષ 2018માં ડ્રગ્સને લઇને રિયા ચક્રવર્તી સાથે વૉટ્સએપ ચેટ કરી હતી, પરંતુ તેને ડ્રગ્સનુ સેવન નથી કર્યુ.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement