શોધખોળ કરો
Advertisement
15 લાખ રૂપિયાની ખંડણી માંગવાના આરોપમાં પોલીસે આ હૉટ એક્ટ્રેસની ધરપકડ કરી, જાણો વિગતે
એક્ટ્રેસને મુંબઇના લૉઅર પરેલમાંથી અરેસ્ટ કરી લેવામાં આવી છે, પોલીસે પુણે કોર્ટમાં તેના જામીન અરજી ફગાવી દેવાયા બાદ આ કાર્યવાહી કરી હતી
મુંબઇઃ મરાઠી એક્ટ્રેસ સારા શ્રવણની પોલીસે જબરદસ્તીથી ખંડણી વસૂલવાના આરોપમાં ધરપકડ કરી લીધી છે. રિપોર્ટ પ્રમાણે હાલ એક્ટિંગથી અલગ રીતે એક્ટ્રેસ સારા શ્રવણ ચર્ચામાં છે, તેને એક અભિનેતા પાસે છેડતીનો આરોપ મુકીને 15 લાખ રૂપિયાની ખંડણી વસૂલી છે, પોલીસે આ અંગે ગુનો નોંધી એક્ટ્રેસની ધરપકડ પણ કરી લીધી છે.
ન્યૂઝ એજન્સી પીટીઆઇ અનુસાર, સારા શ્રવણ આ કેસમાં અરેસ્ટ થનારી ચોથી આરોપી છે. સારા શ્રવણે સુભાષ યાદવ સાથે એક ફિલ્મમાં કામ કર્યુ હતુ, ત્યારબાદ તેને ફિલ્મ રિલીઝ થયા બાદ સુભાષ યાદવ પર છેડતીનો આરોપ લગાવ્યો હતો. એક્ટ્રેસે કહ્યું તે મારી સાથે છેડતી કરી છે.
એક્ટ્રેસને મુંબઇના લૉઅર પરેલમાંથી અરેસ્ટ કરી લેવામાં આવી છે, પોલીસે પુણે કોર્ટમાં તેના જામીન અરજી ફગાવી દેવાયા બાદ આ કાર્યવાહી કરી હતી.
Created with GIMP
સુત્રો અનુસાર, વચોટીયો રામ જગદાલે આ મામલેનુ સેટલમેન્ટ કરાવવા માટે સુભાષ યાદવ પાસેથી 15 રૂપિયા માંગી રહ્યો હતો. આ આખી ઘટનાનું સુભાષ યાદવે રેકોર્ડિંગ કરી લીધુ હતુ. આમાં આરોપી સુભાષ યાદવ પાસેથી 15 લાખ રૂપિયા માંગતા દેખાઇ રહ્યાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement