શોધખોળ કરો
Advertisement
સુજૈન ખાનની બહેન ફરહાન ખાન અલીએ પીએમ કેયર્સ ફંડ પર ઉઠાવ્યા સવાલ, જાણો શું કહ્યુ?
કોરોના સંકટનો સામનો કરવા માટે મોદી સરકારે પીએમ કેયર્સ ફંડની રચના કરી હતી
નવી દિલ્હીઃ આખી દુનિયામાં કોરોનાનો કહેર યથાવત છે. આ સંકટને કારણે ભારત દેશ પણ ખરાબ સમયમાંથી પસાર થઇ રહ્યો છે. આ સંકટનો સામનો કરવા માટે મોદી સરકારે પીએમ કેયર્સ ફંડની રચના કરી હતી. પીએમ કેયર્સ ફંડમાં તમામ લોકોએ દાન આપ્યું હતું અને હજુ પણ આપવામાં આવી રહ્યુ છે. પરંતુ હાલમાં દેશમાં કામદારોની જે સ્થિતિ પેદા થઇ છે તેને લઇને સુજૈન ખાનની બહેન ફરાહ ખાન અલીએ પીએમ કેયર્સ ફંડ પર સવાલ ઉઠાવ્યા છે.
ફરાહ ખાન અલીના મતે મોદી સરકારે તમામ જરૂરિયાતમંદ લોકો માટે વ્યવસ્થા કરી નથી. તેણે ટ્વિટ કરી જણાવ્યું કે, દેશના અનેક લોકો એ નથી જાણતા કે આ મુશ્કેલના સમયમાં તેઓ કેવી રીતે પોતાની આજીવિકા ચલાવશે. પરંતુ તેમ છતાં ભારત સરકાર આ લોકો માટે કોઇ વ્યવસ્થા કરી શકી નથી. જ્યારે પીએમ કેયર્સ ફંડમાં લોકોએ આટલું દાન આપ્યું છે.
નોંધનીય છે કે કોગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ પીએમ કેયર્સ ફંડ પર અનેક પ્રકારના સવાલ ઉઠાવી ચૂક્યા છે. તેમણે પીએમ કેયર્સ ફંડના ઓડિટની પણ માંગ કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
ગુજરાત
અમદાવાદ
ટેકનોલોજી
Advertisement
gujarati.abplive.com
Opinion