શોધખોળ કરો
Advertisement
ડૉક્ટરી સ્ટાફની સુરક્ષા માટે આ અભિનેતાએ મુંબઇની કામા હૉસ્પીટલમાં દાન કરી 1000 PPE કિટ
એક્ટેર ફિલ્મ જગતની ચર્ચિત હસ્તીઓ દ્વારા વધારાની PPE કિટ માટે પૈસા એકઠા કરવાના લક્ષ્યથી શરૂ કરવામાં આવેલી પહેલ ટ્રિંગ નો પણ ભાગ હતો
મુંબઇઃ અભિનેતા અને ફિલ્મકાર ફરહાન અખ્તરે કોરોના વૉરિયર્સ માટે મદદનો હાથ લંબાવ્યો છે. એક્ટરે પર્સનલ સુરક્ષા માટે મુંબઇની કામા હૉસ્પીટલમાં 1000 PPE કિટનો એક જથ્થો મોકલાવ્યો છે. એક્ટેર ફિલ્મ જગતની ચર્ચિત હસ્તીઓ દ્વારા વધારાની PPE કિટ માટે પૈસા એકઠા કરવાના લક્ષ્યથી શરૂ કરવામાં આવેલી પહેલ ટ્રિંગ નો પણ ભાગ હતો.
અભિનેતા ફરહાને હૉસ્પીટલમાં મોકલવા માટે તૈયાર કરવામાં આવેલી પીપીઇ કિટના ડબ્બાઓની તસવીર મંગળવારે ટ્વીટ કરી હતી. તેને લખ્યું- હું એ જણાવતા ખુશ છુ કે અમારી પીપીઇ કિટનો જથ્થો મુંબઇની કામા હૉસ્પીટલ માટે મોકલી દેવામાં આવી છે, યોગદાન આપનારા દરેક લોકોનો આભાર.
તેને આગળ લખ્યું- કોરોના વાયરસ વિરુદ્ધ પોતાનો જીવ જોખમમાં મુકીને આગળ આવીને જંગ લડી રહેલા ચિકિત્સાકર્મીઓને સુરક્ષિત રાખવા તમાટે મદદ કરશે, જય હિન્દ.
નોંધનીય છે કે, દેશમાં કોરોના સંક્રમણના કેસો ઝડપથી વધી રહ્યા છે, કોરોના દર્દીઓની સંખ્યા દેશમાં 106750 થઇ ગઇ છે, જ્યારે આ મહામારીથી 3303 લોકોએ જીવ પણ ગુમાવ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
વડોદરા
લાઇફસ્ટાઇલ
સુરત
અમદાવાદ
Advertisement