શોધખોળ કરો
સ્ટેજ શૉ દરમિયાન અચાનક સપનૌ ચૌધરી પર લોકો ફેંકવા લાગ્યા પથ્થર તો ભડકી હરિયાણવી ક્વિન, વીડિયો વાયરલ
વાયરલ થઇ રહેલો સપના ચૌધરીનો વીડિયો ખુબ જુનો છે, પરંતુ તેના ફેન્સ તેના શૉને મિસ કરી રહ્યાં છે, કેમકે હાલ કોરોનાના કારણે સ્ટેજ પરફોર્મન્સ બંધ છે. આ વીડિયોમાં સપનાએ ડાન્સને છોડીને હાથમાં માઇક પકડેલી દેખાઇ રહી છે
નવી દિલ્હીઃ આજકાલ કોરોના કાળને લઇને સ્ટેજ પરફોર્મન્સ બંધ છે. લોકો પોતાની સ્ટાર ડાન્સર અને હરિયાણવી ક્વિન સપના ચૌધરીને ખુબ મિસ કરી રહ્યાં છે. સપના ચૌધરીને એક જુનો વીડિયો હાલ ખુબ વાયરલ થઇ રહ્યો છે, જેમાં હરિયાણવી ક્વિન ગુસ્સામાં છે અને લોકોને શાંત થવા અપીલ કરી રહી છે.
હાલમાં વાયરલ થઇ રહેલો સપના ચૌધરીનો વીડિયો ખુબ જુનો છે, પરંતુ તેના ફેન્સ તેના શૉને મિસ કરી રહ્યાં છે, કેમકે હાલ કોરોનાના કારણે સ્ટેજ પરફોર્મન્સ બંધ છે. આ વીડિયોમાં સપનાએ ડાન્સને છોડીને હાથમાં માઇક પકડેલી દેખાઇ રહી છે. આ વીડિયોને futurewith crypto નામની યુટ્યૂબ ચેનલ પર અપલૉડ કરવામાં આવ્યો છે.
ખરેખરમાં, સપના સ્ટેજ શૉમાં ડાન્સ માટે પહોંચી હતી ત્યારે લોકોની ભીડે તેના પર પથ્થર ફેંકવાનુ શરૂ કરી દીધુ હતુ. લોકોને આવુ કરતા જોઇને સપનાએ માઇક હાથમાં લઇને લોકોને પથ્થર ના ફેંકવા અપીલ કરી હતી. સપના લોકોને કહી રહી છે કે હું તમારી બહેન-દીકરી જેવી છું, એક સ્ટેજ પર નાચવાથી હુ અલગ નથી થઇ જતી. હવે પથ્થર ના મારો કેમકે હું પથ્થર ખાઇ ખાઇને મોટી થઇ ગઇ છું. તેને લોકોને કહ્યું કે મને રડવુ આવે છે, જ્યારે તમે મને પથ્થર મારો છો, અહીં આવીને મારી જેમ ઠુમકા લગાવી જુએ તો ખબર પડશે.
ઉલ્લેખનીય છે કે, તાજેતમાં જ સપના ચૌધરીના બે સોન્ગ હરિયાણવી સોન્ગ તાલિબાન અને જલેબી રિલીઝ થયુ છે, તે દર્શકોને ખુબ પસંદ આવી રહ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
દેશ
ક્રિકેટ
દેશ
Advertisement