શોધખોળ કરો
Advertisement
ગોવિંદાના ફેન્સ વરુણ ધવન પર કુલી નં.1માં કયા સીનને ખરાબ કરવાને લઇને ભડક્યા, શું લગાવ્યો આરોપ, જાણો વિગતે
ફિલ્મને આઇએમડીબી પર સૌથી ઓછી રેટિંગ મળી છે. લોકો ગોવિંદાની જુની ફિલ્મની ઇમેજને ખરાબ કરવાનો આરોપ લગાવી રહ્યાં છે
મુંબઇઃ બૉલીવુડ એક્ટર વરુણ ધવન અને એક્ટ્રેસ સારા અલી ખાન સ્ટારર ફિલ્મ 'કુલી નં. 1' ફરી એકવાર ધોવાઇ છે, ફિલ્મને ક્યાંક સારો રિસ્પૉન્સ નથી મળી રહ્યો, ફિલ્મ ક્રિટિક્સથી લઇને ઓડિયન્સે વરુણ-સારાની સ્ટૉરીને નાપસંદ કરી દીધી છે. હવે આ બન્ને કલાકારોને એક મોટો ઝટકો લાગ્યો છે. ફિલ્મને આઇએમડીબી પર સૌથી ઓછી રેટિંગ મળી છે. લોકો ગોવિંદાની જુની ફિલ્મની ઇમેજને ખરાબ કરવાનો આરોપ લગાવી રહ્યાં છે.
એટલુ જ નહીં 'કુલી નં. 1'ને સલમાન અને બૉબી દેઓલ સ્ટારર રેસ 3ના રેટિંગથી પણ ઓછી રેટિંગ મળી છે. ગોવિંદાની બેસ્ટ ફિલ્મને ખરાબ કરવા માટે દિગ્ગજ એક્ટરના ફેન્સ વરુણ ધવન પર નિશાન સાધી રહ્યાં છે. લોકો કહી રહ્યાં છે વરુણ ધવન ગોવિંદાની બેસ્ટ ઇમેજને ખરાબ કરી રહ્યો છે. વરુણ ધવનને ફિલ્મના ટ્રેન વાળા સીનને લઇને સૌથી વધુ ટ્રૉલ કરવામાં આવી રહ્યો છે. આના પર લોકો લૉજીક અને સાયન્સ પર સવાલો પુછી રહ્યાં છે. ગોવિંદાના ફેન્સ ટ્રેન વાળા સીનને લઇને વરુણ ધવન પર ભડક્યા છે.
મળ્યુ 1.4 રેટિંગ
આઇએમડીબીએ 'કુલી નં. 1'ને મળેલા ઓડિયન્સ રિસ્પૉન્સ અને ક્રિટિક્સ રિવ્યૂના આધારે ફિલ્મને 1.4 રેટિંગ આપ્યુ છે. આની રેટિંગ સલમાનની રેસ 3 કરતા પણ ઓછુ છે, રેસને આઇએમડીબી તરફથી 1.9 રેટિંગ મળ્યુ છે. આ સૌથી ખરાબ રેટિંગ છે. રેસ 3 વર્ષ 2018માં રિલીઝ થઇ હતી.
(ફાઇલ તસવીર)
ગોવિંદા-કરિશ્માની કેમેસ્ટ્રી આવી લોકોને પસંદ
'કુલી નંબર નં.1'માં જાવેદ જાફરી, પરેશ રાવલ અને જૉની લિવર પણ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મને ડેવિડ ધવને ડાયરેક્ટર કરી છે. વર્ષે 1995માં રિલીઝ થયેલી ફિલ્મમાં ગોવિંદા અને કરિશ્મા લીડ રૉલમાં હતા, ફેન્સની નારાજગીનુ કારણે ફિલ્મમાં કેટલાય સીન હોવાને લઇને છે. ડેવિડ ધવનની ફિલ્મ પોતાના જમાનામાં બ્લૉકબ્લસ્ટર હતી. ગોવિંદા અને કરિશ્માની જોડીને ફેન્સે ખુબ પસંદ કરી હતી. ફિલ્મમાં બન્નેની કેમેસ્ટ્રીની ચર્ચા લોકો આજે પણ કરી રહ્યાં છે, પરંતુ ડેવિડ ધવનના ફેન્સ નવી ફિલ્મને લઇને નિરાશ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
Advertisement