શોધખોળ કરો
Advertisement
આ એક્ટ્રેસના કારણે ઇમરાનખાન અને અવંતિકા થયા અલગ, નજીક રહેવા માટે પાડોશમાં લીધું મકાન
બોલિવૂડ એક્ટર ઇમરાનખાન અને અવંતિકા એક સમયે બોલિવૂડના ખૂબ જ સુંદર કપલમાંના એક હતા પરંતુ હાલ તેઓ એક વર્ષથી અલગ રહે છે. ઇમરાન ખાનના અન્ય એક્ટ્રેસ સાથેના સંબંધ હોવાનું સામે આવ્યું છે
બોલિવૂડ: એક્ટ્રેસ ઇમરાન ખાન એક સમયે બોલિવૂડના ખૂબ જ પોપ્યુલર અભિનેતા હતા. અવંતિકા અને ઇમરાન બંને બોલિવૂડના બ્યુટિફુલ કપલ હતા. જો કે છેલ્લા એક વર્ષથી અલગ રહે છે. જેના માટે એક્ટ્રેસ લેખા વોશિંગ્ટન જવાબદાર હોવાનું સામે આવ્યું છે.
ઇમરાન ખાનના અને અવંતિકાના અલગ થવાનું કારણ તેમની અસફળ કારર્કિદી પણ માનવામાં આવે છે. પરંતુ એક કારણ એવું પણ બહાર આવ્યું છે. જે ચૌકાવનારૂં છે. લેખા વોશિગ્ટન સાથે તેમની નિકટતાના કારણે આ લગ્નજીવનમાં ભંગાણ થયાનું સામે આવ્યું છે.
ઇમરાન ખાને અવંતિકાથી અલગ થયા બાદ લેખાની નજીક ફ્લેટ લીધો છે. તેઓ અનેક વખત સાથે પણ જોવા મળે છે. જો કે લેખાના પતિ પેબ્લો ચેટર્જી ઇમરાનના સારા મિત્ર છે. જો કે, આ સંબંધની અસર લેખાના લગ્નજીવન પર પણ પડી રહી હોવાનું સામે આવ્યું છે.View this post on Instagram
પત્ની સાથે વિવાદ ઇમરાનખાનને બોલિવૂડમાં કામ મેળવવા માટે જે સંઘર્ષ કરવો પડ્યો. તેનાથી ડબલ સંઘર્ષ હાલ તે તેમની અંગત જિંદગીમાં કરી રહ્યાં છે. અવંતિકા અને ઇમરાન વચ્ચે સંબંધોમાં તણાવ ચાલી રહ્યો છે. બંને કેટલા સમયથી ડિવોર્સ લેવાનું વિચારે છે. અવંતિકા સાથે લગ્ન બાદ ઇમરાન ભારત સેટલ થવા માંગતા હતા પંરતુ અમેરિકી નાગરિક હોવાથી તે શક્ય ન બન્યું.View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ટેકનોલોજી
બિઝનેસ
Advertisement