શોધખોળ કરો

શું તમારું બાળક પણ આખો દિવસ Reels જુએ છે? હોઈ શકે છે મોટું જોખમ, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

Instagram Reels Side Effects: વૈજ્ઞાનિકોનું કહેવું છે કે દુનિયાભરમાં આજે યુવાનો પોતાનો વધુને વધુ સમય શોર્ટ વીડિયો પ્લેટફોર્મ પર વિતાવી રહ્યા છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • વધુ રીલ્સ જોવાથી બાળકોનું મગજ તણાવગ્રસ્ત, એકાગ્રતા ગુમાવે.
  • જર્મન અભ્યાસ દર્શાવે છે, રીલ્સથી તણાવ, એકાગ્રતા ઘટે છે.
  • ઝડપી કન્ટેન્ટ, ઇન્ફિનિટ સ્ક્રોલિંગ, પર્સનલાઇઝ્ડ અલ્ગોરિધમ લોકોને બાંધે.
  • માતા-પિતા સ્વસ્થ ડિજિટલ વાતાવરણ બનાવી, સમય નિયંત્રિત કરે.

Instagram Reels Side Effects: વૈજ્ઞાનિકોનું કહેવું છે કે દુનિયાભરમાં આજે યુવાનો પોતાનો વધુને વધુ સમય શોર્ટ વીડિયો પ્લેટફોર્મ પર વિતાવી રહ્યા છે. ઇન્સ્ટાગ્રામ એક એવું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બની ચૂક્યું છે જ્યાં લોકો કલાકો સુધી એક્ટિવ રહે છે. કોઈ રીલ્સ જોવામાં, તો કોઈ સ્ટોરી પોસ્ટ કરવામાં અને ચેટિંગ કરવામાં ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરે છે. પરંતુ ઇન્સ્ટાગ્રામ રીલ્સ આજે સૌથી વધુ ટ્રેન્ડિંગમાં છે, જ્યાં બાળકોથી લઈને વડીલો સુધીના તમામ લોકો એક્ટિવ રહે છે. આજકાલના બાળકોમાં સ્માર્ટફોનનો ક્રેઝ એટલો વધી ગયો છે કે તેઓ કલાકો સુધી ઇન્સ્ટાગ્રામ રીલ્સ સ્ક્રોલ કરતા રહે છે. હવે એક એવો રિપોર્ટ સામે આવ્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે આવું કરવું બાળકોના મગજ પર ખૂબ જ ઊંડી અને નકારાત્મક અસર કરી રહ્યું છે.

 

વધુ રીલ્સ જોવાથી વધી રહ્યો છે તણાવ

જર્મનીની યુનિવર્સિટી ઓફ બાયરોથ (University of Bayreuth) ના સંશોધકો દ્વારા કરવામાં આવેલા એક નવા અભ્યાસમાં સામે આવ્યું છે કે સતત શોર્ટ વીડિયો જોવાની આદત બાળકો અને યુવાનોમાં તણાવ (સ્ટ્રેસ) વધારવાનું કામ કરી રહી છે. એટલું જ નહીં, આવું કરવાથી તેમનું ફોકસ (એકાગ્રતા) પણ ઘટી રહ્યું છે. આ રિસર્ચ જૂન મહિનામાં 'યુરોપિયન ચાઇલ્ડ એન્ડ એડોલેસન્ટ સાયકિયાટ્રી' (European Child & Adolescent Psychiatry) જર્નલમાં પ્રકાશિત થયું છે.

આ પણ વાંચો...IRCTC ની નકલી વેબસાઈટથી થઈ રહી છે છેતરપિંડી, સરકારે જાહેર કરી ચેતવણી 

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે દુનિયાભરમાં આજે યુવાનો પોતાનો વધુમાં વધુ સમય શોર્ટ વીડિયો પ્લેટફોર્મ પર વિતાવી રહ્યા છે. આમ કરવાથી તેમના મગજ અને વર્તન પર ખોટી અસર પડી રહી છે, જેના પર હવે તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે.

આ છે ત્રણ મુખ્ય કારણો આ રિસર્ચમાં ત્રણ એવા મોટા કારણો સામે આવ્યા છે, જેના લીધે બાળકો અને યુવાનો રીલ્સ જોવાથી પોતાને રોકી શકતા નથી.

  • પહેલું કારણ: ખૂબ જ ઝડપથી નવું કન્ટેન્ટ સામે આવવું, જેના કારણે યુઝર તેમાં જ બંધાયેલો રહે છે અને પ્લેટફોર્મ છોડી શકતો નથી.
  • બીજું કારણ: 'ઇન્ફિનિટ સ્ક્રોલિંગ' (Infinite Scrolling) એટલે કે જે ક્યારેય ખતમ ન થતું સ્ક્રોલિંગ છે. આ જ કારણે લોકો સતત સ્ક્રોલ કરતા રહે છે અને પોતાના કલાકો આમાં જ બગાડે છે.
  • ત્રીજું કારણ: યુઝરની પસંદગી મુજબ કન્ટેન્ટ બતાવનારું 'પર્સનલાઈઝ્ડ અલ્ગોરિધમ' (Personalized Algorithm). આ અલ્ગોરિધમ લોકોને એ જ કન્ટેન્ટ બતાવે છે જે તેઓ જોવા માંગે છે અથવા જે તેમને પસંદ છે. આ સૌથી મોટું કારણ છે જેના લીધે લોકો પોતાની જાતને આ પ્લેટફોર્મથી દૂર કરી શકતા નથી.

આટલા લોકો પર કરવામાં આવ્યું રિસર્ચ

આ રિસર્ચમાં 42 અલગ-અલગ રિસર્ચ ગ્રૂપનું વિશ્લેષણ (Analysis) કરવામાં આવ્યું હતું. આ સંશોધનમાં અંદાજે 47 હજાર લોકોને સામેલ કરવામાં આવ્યા હતા, જેમની સરેરાશ ઉંમર 16 વર્ષની આસપાસ છે. તમને જણાવી દઈએ કે આ રિસર્ચમાં ઘર, સ્કૂલ અને અન્ય જાહેર સ્થળો પર ડિજિટલ મીડિયાના ઉપયોગને લઈને અભ્યાસ કરવામાં આવ્યો હતો, જે બાદ માલૂમ પડ્યું કે શોર્ટ વીડિયો પ્લેટફોર્મને એવી રીતે જ ડિઝાઇન કરવામાં આવ્યું છે કે લોકો તેનાથી દૂર જઈ જ ન શકે. દરેક સેકન્ડે નવા વીડિયો આવવાને કારણે લોકો પ્લેટફોર્મ સાથે ચોંટેલા રહે છે.

બાળકોને આનાથી કેવી રીતે દૂર રાખવા?

સંશોધકોનું માનવું છે કે જો માતા-પિતા અને પરિવારના સભ્યો બાળકો માટે એક સ્વસ્થ ડિજિટલ વાતાવરણ તૈયાર કરે અને મોબાઈલ વાપરવાનો એક ચોક્કસ સમય નક્કી કરે, તો આ જોખમોથી ઘણી હદ સુધી બચી શકાય છે. આ સિવાય બાળકોને સ્માર્ટફોન આપવાને બદલે બહારની દુનિયામાં લઈ જવા અને ગ્રાઉન્ડ પર ફિઝિકલ એક્ટિવિટી કે રમત-ગમતમાં ભાગ લેવડાવવાથી તેઓ ખૂબ ઝડપથી રિકવર થાય છે. એટલું જ નહીં, બાળકો સાથે વાલીઓએ પોતે પણ વધુમાં વધુ સમય વિતાવવો જોઈએ, જેથી તેમની સોશિયલ મીડિયા અને સ્માર્ટફોન પરની નિર્ભરતા ઘટાડી શકાય.

Frequently Asked Questions

ઇન્સ્ટાગ્રામ રીલ્સ વધુ જોવાના મુખ્ય નકારાત્મક પ્રભાવો શું છે?

સતત રીલ્સ જોવાની આદત બાળકો અને યુવાનોમાં તણાવ વધારી રહી છે. આનાથી તેમની એકાગ્રતા પણ ઘટી રહી છે, જે મગજ અને વર્તન પર નકારાત્મક અસર કરે છે.

બાળકો અને યુવાનો શા માટે રીલ્સ જોવાનું રોકી શકતા નથી?

ઝડપથી નવું કન્ટેન્ટ આવવું, 'ઇન્ફિનિટ સ્ક્રોલિંગ' અને 'પર્સનલાઇઝ્ડ અલ્ગોરિધમ' આ ત્રણ મુખ્ય કારણો છે. આ પ્લેટફોર્મ એવી રીતે જ ડિઝાઇન કરાયા છે કે લોકો તેનાથી દૂર ન જઈ શકે.

બાળકોને રીલ્સની આદતથી દૂર રાખવા માટે વાલીઓ શું કરી શકે?

વાલીઓ બાળકો માટે સ્વસ્થ ડિજિટલ વાતાવરણ અને મોબાઈલ વાપરવાનો ચોક્કસ સમય નક્કી કરી શકે છે. તેમને બહારની રમતો અને ગ્રાઉન્ડ એક્ટિવિટીઝમાં ભાગ લેવડાવવાથી પણ મદદ મળશે.

ટોપ સ્ટોરી

બોક્સ ઓફિસ પર 'રામાયણ' નો જલવો, 6 વાગ્યા સુધી 16 ફિલ્મોને પછાડી, બનાવ્યો રેકોર્ડ
બોક્સ ઓફિસ પર 'રામાયણ' નો જલવો, 6 વાગ્યા સુધી 16 ફિલ્મોને પછાડી, બનાવ્યો રેકોર્ડ
સલમાન ખાનની 'માતૃભૂમિ'ના ટ્રેલરને લઇને આવ્યું મોટુ અપડેટ, જાણો- ક્યારે થશે રિલીઝ ?
સલમાન ખાનની 'માતૃભૂમિ'ના ટ્રેલરને લઇને આવ્યું મોટુ અપડેટ, જાણો- ક્યારે થશે રિલીઝ ?
SRKની 'કિંગ'નો ભૌકાલ, 400 કરોડની ફિલ્મે રિલીઝ પહેલા જ કમાયા 800 કરોડ
SRKની 'કિંગ'નો ભૌકાલ, 400 કરોડની ફિલ્મે રિલીઝ પહેલા જ કમાયા 800 કરોડ
શાહરૂખ ખાનના બર્થડે પર ફેન્સને અડધી રાત્રે મળી સરપ્રાઇઝ, 'કિંગ'નું પહેલું સોંગ 'તૂ મિલ જાયે' રિલીઝ
શાહરૂખ ખાનના બર્થડે પર ફેન્સને અડધી રાત્રે મળી સરપ્રાઇઝ, 'કિંગ'નું પહેલું સોંગ 'તૂ મિલ જાયે' રિલીઝ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટરોનું કૌભાંડ
Hun To Bolish : હું તો બોલીશ : પ્લાનિંગના અભાવે લટકતા પુલ
Ahmedabad Police Station : અમદાવાદ પોલીસને મળી નવી તાકાત! 3 નવા પોલીસ સ્ટેશનનું હર્ષ સંઘવીએ કર્યું ઉદ્ઘાટન
CM Bhupendra Patel: CM ભૂપેન્દ્ર પટેલનો જોવા મળ્યો કોમન મેન અંદાજ! બાળકો સાથે માણ્યો આઈસ્ક્રીમ
Hun To Bolish : હું તો બોલીશ : પાટીદારોની નવી પેઢી કયા રસ્તે ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારતે ફાઈનલમાં જાપાનને હરાવી છઠ્ઠી વખત જીતી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી
ભારતે ફાઈનલમાં જાપાનને હરાવી છઠ્ઠી વખત જીતી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી
દિલ્હીમાં નહીં રમાય શ્રીલંકા સામેની પહેલી વનડે, જાણો અચાનક કેમ બદલવામાં આવ્યું સ્થળ
દિલ્હીમાં નહીં રમાય શ્રીલંકા સામેની પહેલી વનડે, જાણો અચાનક કેમ બદલવામાં આવ્યું સ્થળ
ભાવનગર કાજલ બારૈયા હત્યા કેસ: કોર્ટે આરોપી ફૈઝલને ફટકારી અંતિમ શ્વાસ સુધી કેદની સજા
ભાવનગર કાજલ બારૈયા હત્યા કેસ: કોર્ટે આરોપી ફૈઝલને ફટકારી અંતિમ શ્વાસ સુધી કેદની સજા
ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ કરી નિવૃત્તિની જાહેરાત, અચાનક લીધેલા નિર્ણયથી ફેન્સ હેરાન
ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ કરી નિવૃત્તિની જાહેરાત, અચાનક લીધેલા નિર્ણયથી ફેન્સ હેરાન
ધનતેરસે સમૃદ્ધિ, સૌભાગ્ય અને ઉત્તમ આરોગ્ય માટે કરો આ મહા પ્રયોગો
ધનતેરસે સમૃદ્ધિ, સૌભાગ્ય અને ઉત્તમ આરોગ્ય માટે કરો આ મહા પ્રયોગો
બોક્સ ઓફિસ પર 'રામાયણ' નો જલવો, 6 વાગ્યા સુધી 16 ફિલ્મોને પછાડી, બનાવ્યો રેકોર્ડ
બોક્સ ઓફિસ પર 'રામાયણ' નો જલવો, 6 વાગ્યા સુધી 16 ફિલ્મોને પછાડી, બનાવ્યો રેકોર્ડ
Uttarkashi: ઉત્તરકાશીમાં ઇનૉવા કાર ગંગા નદીમાં ખાબકી, સુરતના ત્રણ સહિત 4 ગુજરાતી શ્રદ્ધાળુઓના કરૂણ મોત
Uttarkashi: ઉત્તરકાશીમાં ઇનૉવા કાર ગંગા નદીમાં ખાબકી, સુરતના ત્રણ સહિત 4 ગુજરાતી શ્રદ્ધાળુઓના કરૂણ મોત
અમદાવાદીઓને લાગ્યો મોટો ઝટકો! પાર્કિંગ ચાર્જમાં 90 ટકા સુધીનો વધારો
અમદાવાદીઓને લાગ્યો મોટો ઝટકો! પાર્કિંગ ચાર્જમાં 90 ટકા સુધીનો વધારો
Embed widget