શોધખોળ કરો
Advertisement
ઉદ્વવ ઠાકરેને કંગનાનો ખુલ્લો પડકાર, આજે મારુ ઘર તુટ્યુ છે, કાલે તારો ઘમંડ તુટશે -Video
નોંધનીય છે કે, બીએમસીએ કંગનાની 48 કરોડની ઓફિસ પર બુલડૉઝર ચલાવી દીધુ, તોડફોડની તસવીરો ખુદ કંગનાએ પોતાના ટ્વીટર હેન્ડલ પર શેર કરી હતી
મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ કંગના રનૌતે એક વીડિયો ટ્વીટ કરીને મહારાષ્ટ્ર સરકારેને ખુલ્લો જવાબ આપ્યો છે. કંગનાએ પોતાના આ વીડિયોમાં કહ્યું કે, - ઉદ્વવ ઠાકરે તને શું લાગે છે? કે તે ફિલ્મ માફિયાઓ સાથે મળીને મારુ ઘર તોડાવીને તે મારી સાથે મોટો બદલો લઇ લીધો? આજે મારુ ઘર તુટ્યુ છે, કાલે તારુ ઘમંડ તુટશે. આ સમયનુ પૈડુ છે, યાદ રાખજે, હંમેશા એક જેવુ નથી હોતુ.
કંગના આ વીડિયોમાં કહ્યું-..... અને મને લાગે છે કે તે મારા પર બહુજ મોટુ અહેસાન કરી નાંખ્યુ છે, કેમકે મને ખબર છે હતી કે કાશ્મીરી પંડિતો પર શું વીતશે. આજે મે અનુભવ્યુ અને આજે હુ આ દેશને એક વચન આપુ છુ કે હુ માત્ર અયોધ્યા પર જ નહીં, કાશ્મીર પર પણ એક ફિલ્મ બનાવીશ. અને આપણા દેશવાસીઓને જગાડીશ.
વીડિયોના કેપ્શનમાં કંગનાએ લખ્યું- તે જે કર્યુ સારુ કર્યુ, કંગનાના આ વીડિયોને સોશ્યલ મીડિયા પર ખુબ લાઇક કરવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે કંગના અને શિવસેનાની લડાઇ એકદમ આક્રમક રૂપ લઇ ચૂકી છે. કંગનાની મુંબઇ એરપોર્ટ પર એન્ટ્રી થઇ ત્યારે હજારોની સંખ્યામાં કંગનાના સમર્થકો ત્યાં પહોંચી ગયા હતા. કરણી સેનાના કાર્યકરો પણ કંગનાના સપોર્ટ કરી રહ્યાં હતા.
નોંધનીય છે કે, બીએમસીએ કંગનાની 48 કરોડની ઓફિસ પર બુલડૉઝર ચલાવી દીધુ, તોડફોડની તસવીરો ખુદ કંગનાએ પોતાના ટ્વીટર હેન્ડલ પર શેર કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ક્રિકેટ
અમદાવાદ
Advertisement