Kartik Aaryan : અભિનેતા કાર્તિક આર્યન કરવા જઈ રહ્યો છે લગ્ન
બોલિવુડ અભિનેતા કાર્તિક આર્યન લગ્ન કરવા જઈ રહ્યો છે. આ વાત કોઈ બીજાએ નહીં પણ ખુદ કાર્તિક આર્યને જણાવી છે કે, તે લગ્ન કરવાનો છે.
![Kartik Aaryan : અભિનેતા કાર્તિક આર્યન કરવા જઈ રહ્યો છે લગ્ન Kartik Aaryan : Kartik Aaryan is Getting Married, Share Video Kartik Aaryan : અભિનેતા કાર્તિક આર્યન કરવા જઈ રહ્યો છે લગ્ન](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/19/78cc5021a64717ccffc28208e53887fe167923125120078_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
હા, તમે સાચું સાંભળ્યું. બોલિવુડ અભિનેતા કાર્તિક આર્યન લગ્ન કરવા જઈ રહ્યો છે. આ વાત કોઈ બીજાએ નહીં પણ ખુદ કાર્તિક આર્યને જણાવી છે કે, તે લગ્ન કરવાનો છે. તેણે તેનો વીડિયો પણ શેર કર્યો છે. બોલિવૂડના સંસ્કારી છોકરા તરીકે ઓળખાતો કાર્તિક આર્યનના લગ્ન વિશે સાંભળીને છોકરીઓ ચોંકી ગઈ હશે. ચાલો હવે જણાવીએ કે કાર્તિકે શા માટે લગ્નની વાત કરી.
વાસ્તવમાં કાર્તિક આર્યન એક એવોર્ડ શોમાં જોવા મળવાનો છે જ્યાં બોલિવૂડના તમામ સ્ટાર્સ પણ જોવા મળશે. આ દરમિયાન કાર્તિક આર્યન પણ હોસ્ટ કરતો જોવા મળશે. આ દરમિયાન વાત વાતમાં જ તેણે પોતાના લગ્ન વિશે ઘણી વાતો કહી હતી.
કાર્તિક આર્યન ડ્રમ સાથે સ્ટેજ પર આવે છે. તે કહે છે - હસતા હસતા સૌકોઈને શુભેચ્છા. બોલિવૂડમાં એક પછી એક દરેકના બેન્ડ વાગી રહ્યા છે. પરંતુ એક વિકેટ એવી છે કે જે હજુ સુધી પડી નથી. પરંતુ હવામાન બદલાઈ રહ્યું છે અને આ ખડતલ વ્યક્તિ પણ પીગળી રહ્યો છે. જ્યારે મેં પ્યાર કા પંચનામા કરી લીધી છે, ત્યારે લગ્નનું પંચનામું પણ કરી જ લવ. આજે હું તમને જણાવી દવ છું કે, હું પણ લગ્ન કરવા જઈ રહ્યો છું.
આખરે કાર્તિક આર્યન કોની સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે?
રશ્મિકા મંદન્ના, આલિયા ભટ્ટથી લઈને કિયારા અડવાણી, બોબી દેઓલ સુધીના તમામ સ્ટાર્સ આ એવોર્ડ નાઈટમાં જોવા મળ્યા હતા. કિયારાની આ ફની વાતો સાંભળીને બધા હસવા લાગે છે. કોમેન્ટ બોક્સમાં બધાએ કાર્તિકને એક જ વાત પૂછવાનું શરૂ કરી દીધું છે કે તે કોની સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે.
કાર્તિક આર્યનની ફ્લોપ ફિલ્મ
આ કાર્તિક આર્યનનો માત્ર એક મજેદાર જોક હતો. તે મજાક કરતો હતો. વેલ, આ એવોર્ડ ફનક્સન ટીવી પર 18 માર્ચે સાંજે 7.30 વાગ્યે આવશે ત્યારે કાર્તિકની આખી વાર્તા સાંભળ્યા બાદ જ ખબર પડશે. જાહેર છે કે, કાર્તિક આર્યન હાલમાં જ શહજાદામાં જોવા મળ્યો હતો જે બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી. જો કે, ગયા વર્ષે તેની ભૂલ ભૂલૈયા 2 એ ઘણી કમાણી કરી હતી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)