શોધખોળ કરો
Advertisement
Rubina Dilaikને મળ્યા કિન્નર સમાજના આશીર્વાદ, એક્ટ્રેસે શેર કર્યો વીડિયો
તાજેતરમાં જ રૂબિનાએ સોશ્યલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, આ વીડિયો એકદમ ખાસ છે, ફેન્સ પણ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યાં છે.
મુંબઇઃ બિગ બૉસ 14ની વિનર રુબિના દિલેક આજકાલ ચારેબાજુ છવાયેલી છે. દરેકની જીભ પર ટીવીની આ જાણીતી એક્ટ્રેસનુ નામ જ છે. બિગ બૉસ જીતીને આવ્યા બાદ આજકાલ રુબિના દિલેક પાર્ટીના મૂડમાં છે, અને એકદમ ખુશ છે. તાજેતરમાં જ રૂબિનાએ સોશ્યલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, આ વીડિયો એકદમ ખાસ છે, ફેન્સ પણ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યાં છે.
રૂબિનાને મળવા પહોંચી કિન્નર સમાજની ગુરુ
ખરેખરમાં, રુબિના દિલેકને મળવા કિન્નર સમાજના ગુરુ માં અંજૂ જી મળવા પહોંચ્યા, આ ખાસ પ્રસંગનો વીડિયો એક્ટ્રેસે પોતાના સોશ્યલ મીડિયા પર શેર કર્યો છે. આ વીડિયોમાં અંજૂ જી પોતાની કોઇ સાથી સાથે દેખાઇ રહી છે.
ઘરે પહોંચેલી અંજૂનુ રુબિના દિલેકએ શાનદાર રીતે સ્વાગત કર્યુ અને સારી રીતે મહેમાનનવાજી કરી હતી, વીડિયોમાં રુબિના દિલેકે ચા આપી રહી છે, આ પ્રસંગે રુબિના દિલેકની સાથે પતિ અભિનવ શુક્લા અને ઘરવાળા બીજા લોકો પણ દેખાઇ રહ્યાં છે.
રુબિના દિલેકએ ગુરુ માં અંજૂનું કર્યુ સ્વાગત...
વીડિયોમાં અંજૂ જી રુબિના દિલેકના માથા પર હાથ મુકીને દુઆઓ આપતી દેખાઇ રહી છે. આ વીડિયોને શેર કરતાં રુબિના દિલેકે લખ્યું- અંજૂ જી ઘર આવી અને અમને આશીર્વાદ આપ્યા, અંજૂ જી કિન્નર સમાજના ગુરુ માં છે, અને મારી સીરિયલ શક્તિનો મુખ્ય ભાગ પણ છે, અંજૂ જી અભિનવને મળવા ઇચ્છતી હતી કેમકે તે તેને સારો માણસ લાગે છે.
રુબિના દિલેકનો આ વીડિયો સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે, અને ફેન્સ પણ આની પ્રસંશા કરી રહ્યાં છે. વીડિયોમાં આખા પરિવારની સાથે અંજૂ જી પણ એકદમ ખુશ દેખાઇ રહ્યાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
Advertisement