બ્રેકઅપ બાદ જ્યારે પ્રિયંકા BF સાથે થઈ ઈન્ટિમેટ, એક્ટ્રેસે ખોલ્યા અનેક રાઝ
કોફી વિથ કરણ સીઝન 5નો પ્રિયંકા ચોપરાનો એક જૂનો વીડિયો આ દિવસોમાં ચર્ચામાં છે. આ વીડિયોમાં દેશી ગર્લ પ્રિયંકા તેના જીવન સાથે જોડાયેલા ઘણા ચોંકાવનારા ખુલાસા કરતી જોવા મળી રહી છે
Priyanka Chopra: ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરા તેના બેબાક અંદાજ માટે જાણીતી છે. પ્રિયંકા પોતાની વાતને દુનિયાની સામે બેફિલ્ટર રીતે મૂકે છે અને તેમાં તેને કોઈ શરમ આવતી નથી. પ્રિયંકા હંમેશાથી એક રિયલ સ્ટાર રહી છે, તેણે પોતાના અફેર અને સેક્સ લાઈફ વિશે ખુલીને વાત કરી છે.
કરણના શોમાં પ્રિયંકાએ ઘણા રહસ્યો જાહેર કર્યા
કોફી વિથ કરણ સીઝન 5નો પ્રિયંકા ચોપરાનો એક જૂનો વીડિયો આ દિવસોમાં ચર્ચામાં છે. આ વીડિયોમાં દેશી ગર્લ પ્રિયંકા તેના જીવન સાથે જોડાયેલા ઘણા ચોંકાવનારા ખુલાસા કરતી જોવા મળી રહી છે, જેને જાણ્યા પછી તમારા શ્વાસ વધી જશે. કોફી વિથ કરણના કોફી શોટ્સ રાઉન્ડમાં કરણ જોહરે પ્રિયંકા ચોપરાને ઘણા અંગત પ્રશ્નો પૂછ્યા હતા. પીસીએ દરેક પ્રશ્નનો જવાબ બિન્દાસ આપ્યો હતો. તેણે કોઈ પણ જાતની શરમ રાખ્યા વગર ઘણા રહસ્યો ખોલ્યા હતા. વાતચીત દરમિયાન કરણ જોહરે પ્રિયંકા ચોપરાને પૂછ્યું કે શું તેણે બ્રેકઅપ પછી ક્યારેય તેના એક્સને કિસ કરી છે? પ્રિયંકાએ આનો જવાબ હામાં આપ્યો. આટલું જ નહીં કરણના શોમાં પ્રિયંકાએ ફોન પર સેક્સ કરવાની વાત પણ કબૂલી હતી. કરણે પ્રિયંકાને પૂછ્યું શું તમે ક્યારેય ફોન સેક્સ કર્યું છે? પ્રિયંકાએ પણ આનો જવાબ હામાં આપ્યો હતો. આ સાંભળીને કરણને પણ પોતાની જૂની વાતો યાદ આવી હતી. તેણે પોતાનું રહસ્ય પણ ખોલ્યું અને કહ્યું- મેં એક વાર ફોન સેક્સ કર્યું હતું, તે પણ ત્યારે જ્યારે બેટરી ખતમ થવા જઈ રહી હતી. કારણ કે બીજો કોઈ વિકલ્પ નહોતો.
કરણ સાથે પ્રિયંકાની મસ્તી
કરણે પ્રિયંકાને આગળ પૂછ્યું- શું તે ક્યારેય તારા પાર્ટનર સાથે સાવર લીધું છે? આનો જવાબ પણ અભિનેત્રીએ હામાં આપ્યો હતો. આ સાંભળી કરણ હસી પડે છે અને તે કહે છે કે હું પણ કેટલાય સાવર લઈ શકું છું. પ્રિયંકા અને કરણે કોફી શોટ્સ સેશનમાં પોતાના વિશે ઘણા ચોંકાવનારા અને બોલ્ડ ખુલાસા કર્યા છે.
પ્રિયંકાની વાત કરીએ તો આ દિવસોમાં તે અંગત અને પ્રોફેશનલ બંને લાઈફને સારી રીતે સાંભળી રહી છે. કામની સાથે સાથે પ્રિયંકા તેની પુત્રી અને પતિ નિક જોનાસ સાથેના જીવનને યાદગાર બનાવી રહી છે. પ્રિયંકા ઘણી સ્ત્રીઓ માટે ઉદાહરણ બની ગઈ છે.