શોધખોળ કરો
Advertisement
હૉરર ફિલ્મમાં કામ કરી ચૂકેલી આ અભિનેત્રી પાસે લૉકડાઉનમાં પૈસા ખુટ્યા, આર્થિક તંગીમાં સપડાઇ
ટિયા વાજપેયી હાલ લૉકડાઉનમાં આર્થિક તંગી સામે ઝઝૂમી રહી છે. તે પોતાના આંતરરાષ્ટ્રીય મ્યૂઝિકના કારણે ચર્ચામાં રહી છે. તાજેતરમાં એક વેબસાઇટ સાથે વાતચીત દરમિયાન તેને પોતાના મિત્રો અને અભિનેતાઓની આત્મહત્યા કરવા વિશે વાત કરતા કહ્યું હાલનો સમય અમારા કલાકારો માટે ખુબ ખરાબ સમય છે
મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ ટિયા વાજપેયીને તાજેતરમાં જ એક મોટો ખુલાસો કર્યો છે, લૉકડાઉનના કારણે એક્ટ્રેસ મોટી મુશ્કેલીમાં મુકાઇ ગઇ છે, એક્ટ્રેસ પાસે હાલ પૈસા ખુટી પડ્યા છે. ટિયા વાજપેયી વિક્રમ ભટ્ટની હૉરર ફિલ્મ હૉન્ટેડ 3 અને ઇવિલ રેકોર્ડ્સમાં કામ કરી ચૂકી છે.
ટિયા વાજપેયી હાલ લૉકડાઉનમાં આર્થિક તંગી સામે ઝઝૂમી રહી છે. તે પોતાના આંતરરાષ્ટ્રીય મ્યૂઝિકના કારણે ચર્ચામાં રહી છે. તાજેતરમાં એક વેબસાઇટ સાથે વાતચીત દરમિયાન તેને પોતાના મિત્રો અને અભિનેતાઓની આત્મહત્યા કરવા વિશે વાત કરતા કહ્યું હાલનો સમય અમારા કલાકારો માટે ખુબ ખરાબ સમય છે, અને મને આશા છે કે આ ખરાબ સમય પણ જલ્દી પુરી થઇ જશે.
તેને પોતાની વાત કરતાં કહ્યું કે, હું એવા લોકોનુ દુઃખ સમજી શકુ છુ, જેને લૉકડાઉનમાં પૈસાની સમસ્યા નડી છે. કેમકે મને લૉકડાઉન મે પણ પૈસાની તંગી અનુભવી. મારી પાસે કોઇ બચત ન હતી. બિલકુલ, બધા પૈસા ખર્ચ થઇ ચૂક્યા હતા અને હું સમજી ન હતી શકતી કે હું શુ કરુ.
આ કારણે હું નિરાશ થઇ ગઇ હતી, મારી હાલત પર આખુ અઠવાડિયુ મે રડીને વિતાવ્યુ, એક દિવસ મે મારી માને ફોન કર્યો મા પણ બહુ રડી હતી.
માર્ચમાં હુ મારી આખી ટીમની સાથે પોતાના આંતરરાષ્ટ્રીય મ્યૂઝિક માટે મુસાફરી કરવાની હતી, મા મારી ખિસ્સાથી તમામ વ્યવસ્થા કરી, મે હૉટલ સુધીના તમામ પૈસા ચૂકવી દીધા હતા, પણ લૉકડાઉનના કારણ બધી વસ્તુ રદ્દ થઇ ગઇ, અને મારા પૈસા બરબાદ થઇ ગયા હતા. મારી પૈસા ખુટી ગયા, મને ખબર છે આગામી 5-6 મહિના સુધી કોઇ કામ નહીં મળે.પરંતુ હવે આશા રાખુ છુ કે બધુ ઠીક થઇ જશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ખેતીવાડી
ટેકનોલોજી
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion