શોધખોળ કરો
Advertisement
ખરાબ ડ્રેસને લઇને ટ્રૉલ થયેલી પ્રિયંકા ચોપડાના બચાવમાં આવી તેની માં, આપ્યો આ સણસણતો જવાબ
થોડાક દિવસો પહેલા પોતાના પતિ નિક જોનાસની સાથે ગ્રેમી એવોર્ડ સમારોહમાં હાજરી આપી હતી. અહીં તે એક એવા ડ્રેસ સાથે દેખાઇ હતી, જે લોકોને પસંદ ન હ તો આવ્યો
નવી દિલ્હીઃ બૉલીવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડાએ થોડાક દિવસો પહેલા પોતાના પતિ નિક જોનાસની સાથે ગ્રેમી એવોર્ડ સમારોહમાં હાજરી આપી હતી. અહીં તે એક એવા ડ્રેસ સાથે દેખાઇ હતી, જે લોકોને પસંદ ન હ તો આવ્યો. બાદમાં સોશ્યલ મીડિયા પર લોકોએ તેને ડ્રેસને લઇને જબરદસ્ત ટ્રૉલ કરવાનુ શરૂ કરી દીધુ હતુ. હવે આ મામલે પ્રિયંકા ચોપડાની મા મધુ ચોપડાનુ રિએક્શન સામે આવ્યુ છે.
પ્રિયંકાના ડીપ નેક ડ્રેસને લઇને લોકોએ તેને ટ્રૉલ કરી હતી, હવે આ મામલે તેની માતા મધુ ચોપડા સમર્થનમાં આવી છે. મધુએ ટ્રૉલર્સને સણસણતો જવાબ આપ્યો છે.
મધુ ચોપડાએ કહ્યું કે, ટ્રૉલ કરનારા અજાણ્યા લોકો છે, તે પોતાના કૉમ્પ્યુટર્સ અને બીજી વસ્તુઓ પાછળ છુપાઇ ગયા છે, પ્રિયંકા પોતાની શરતો ઉપર જીવી રહી છે, અને તે કોઇને પણ નુકશાન નથી પહોંચાડી રહી. આ તેનુ શરીર છે અને તેની પાસે એક સુંદર શરીર છે.
ટ્રૉલર્સ પર નિશાન સાધતા મધુ ચોપડાએ કહ્યું કે, તે પોતાની જિંદગીમાં આનંદ લઇ રહી છે, અને એટલા માટે તેને લાગે છે કે તે ગંદી વસ્તુઓ કરીને લોકોનુ અટેન્શન લઇ શકે છે, હું આવા લોકોને અટેન્શન નથી આપતી.View this post on InstagramSo proud of this fam. Congratulations @jonasbrothers you guys crushed it today. #grammys
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
અમદાવાદ
શિક્ષણ
Advertisement