શોધખોળ કરો
Advertisement
બૉલીવુડની આ હૉટ અભિનેત્રીનો પાડોશી નીકળ્યો કોરોના પૉઝિટીવ, તંત્રએ આખી બિલ્ડિંગને કરી સીલ
અભિનેત્રીએ આખા લૉકડાઉન દરમિયાન ખાવાનુ બનાવવાનુ, યોગા કરવાનુ અને બીજી કેટલીય થ્રૉ બેક તસવીરો શેર કરી હતી, જવાબમાં તેને અલગ અલગ પ્રતિક્રિયાઓ પણ મળી હતી
મુંબઇઃ કોરોનાના દર્દીઓનો આંકડો સતત વધી રહ્યો છે, બૉલીવુડ અભિનેત્રી મલાઇકા અરોડાની બિલ્ડિંગ સીલ કરી દેવામાં આવી છે, કેમકે અભિનેત્રીની બિલ્ડિંગમાં રહેનારો તેનો એક પાડોશી કોરોના પૉઝિટીવ નીકળ્યાની પુષ્ટી થઇ છે. કોરોનાનો કેસ સામે આવતા જ તંત્રએ તાત્કાલિક ધોરણે અભિનેત્રી રહે છે બિલ્ડિંગને સીલ કરવાની કાર્યાવહી શરૂ કરી હતી.
હિન્દુસ્તાન ટાઇમ્સમાં પ્રકાશિત થયેલા સમાચાર પ્રમાણે, મુંબઇના બ્રાંદ્રામાં મલાઇકા અરોડાની બિલ્ડિંગમાં રહેનારા એક શખ્સને કોરોના પૉઝિટીવ નીકળ્યો, ત્યારબાદ બિલ્ડિંગને સીલ કરી દેવામાં આવી છે. રિપોર્ટ પ્રમાણે તંત્રએ બિલ્ડિંગ સીલ કરવાની કાર્યવાહી 8 જૂને કરી, બિલ્ડિંગમાં રહેનારા એક શખ્સને કોરોના પૉઝિટીવ હોવાની પુષ્ટિ થયા બાદ તેને કન્ટેન્ટમેન્ટ ઝૉન જાહેર કરી દેવામાં આવ્યો છે.
લૉકડાઉન દરમિયાન મલાઇકા અરોડા સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહી છે. ફેન્સને પોતાના વિશે સતત અપડેટ આપતી રહી છે. સોશ્યલ મીડિયા પર તેને કેટલીય તસવીરો શેર પણ કરી છે.
અભિનેત્રીએ આખા લૉકડાઉન દરમિયાન ખાવાનુ બનાવવાનુ, યોગા કરવાનુ અને બીજી કેટલીય થ્રૉ બેક તસવીરો શેર કરી હતી, જવાબમાં તેને અલગ અલગ પ્રતિક્રિયાઓ પણ મળી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement