શોધખોળ કરો
Advertisement
એડલ્ટ વીડિયો શૂટ મામલે વચેટીયાની પોલીસે ધરપકડ કરી, આ રીતે અમેરિકા મોકલતા હતા VIDEO
મુંબઈ ક્રાઈમ બ્રાંચે પોર્નોગ્રાફી વીડિયો મામલે અભિનેત્રી ગહના વશિષ્ઠની રવિવારે ધરપકડ કરી હતી. તેના પર ઓનલાઇન પોર્નોગ્રાફી રેકેટ ચલાવવાનો આરોપ છે.
મુંબઈઃ મુંબઈ ક્રાઈમ બ્રાંચે પોર્નોગ્રાફી વીડિયો મામલે અભિનેત્રી ગહના વશિષ્ઠની રવિવારે ધરપકડ કરી હતી. તેના પર ઓનલાઇન પોર્નોગ્રાફી રેકેટ ચલાવવાનો આરોપ છે. કોર્ટે તેને બુધવાર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપી છે. એક જાણીતા અંગ્રેજી અખબારના રિપોર્ટ પ્રમાણે, તે યંગ સ્ટ્રગલિંગ એક્ટ્રેસને સેક્સ માણવાના 15 થી 20 હજાર રૂપિયા ચુકવતી હતી અને તેનો વીડિયો ઉતારતી હતી. જે બાદ તેને પોર્ન વેબસાઇટ પર અપલોડ કરતી હતી.
પોર્ન મૂવી શૂટ કરવા અને તેને અપલોડ કરવાને લઈ તપાસ કરી રહેલી મુંબઈ ક્રાઈમ બ્રાંચે રવિવારે એક વચેટીયાની ધરપકડ કરી છે. આરોપ છે કે આ વચેટીયો શૂટિંગ બાદ પોર્ન વીડિયો વિદેશમાં મોકલતો હતો જ્યાંથી આ વીડિયો ઓટીટી પ્લેટફોર્મ પર અપલોડ થતો હતો.
ધરપકડ કરવામાં આવેલા આરોપીનું નામ ઉમેશ કામત બતાવવામાં આવી રહ્યું છે. આ વ્યક્તિ વચેટીયા તરીકે કામ કરતો હતો. મુંબઈ ક્રાઈમ બ્રાંચે પોર્નોગ્રાફી વીડિયો મામલે અભિનેત્રી ગહના વશિષ્ઠની થોડા દિવસો પહેલા ધરપકડ કરી હતી. પ્રોપર્ટી સેલના વરિષ્ઠ નિરીક્ષક કેદારી પવારે જણાવ્યું કે અમને તેનું ઈમેલ આઈડી પર ઘણા એવા ઈમેલ મળ્યા, જેના માધ્યથી તેણે પોર્ન વીડિયો અમેરિકા મોકલ્યા હતા. અમને 15 વીડિયો મળ્યા છે, જેને અમે રિટ્રીવ કરી શક્યા છીએ અને બાકીના વીડિયો એક્સપાયર થઈ ગયા છે.
વીડિયો કઈ રીતે મોકલતા હતા અમેરિકા
કેદારી પવારે જણાવ્યું કે એક વખત પોર્ન મૂવી શૂટ થયા બાદ અભિનેત્રી ગહના વશિષ્ઠ તેને વી ટ્રાંસફર પર અપલોડ કરાવતી હતી અને તે લિંકને તે કામતને ઈમેલ કરતી હતી, ત્યારબાદ કામત આ ઈમેલને તેના અમેરિકામાં બેસેલા અપલોડર્સને મોકલતો હતો. જ્યાંથી એ લોકો અપલોડ કરતા હતા. ઉમેશ એ વીડિયોને ક્યારે અને કેવી રીતે અપલોડ કરવો છે તેને લઈ ઓર્ડિનેશનનું કામ કરતો હતો.
તમને જણાવી દઈએ કે WeTransfer દુનિયાભરમાં ફાઈલો મોકલવા માટે સરળ ઉપાય છે. જેના માધ્યમથી તમે 2GB સુધીની મોટી ફાઈલ ફ્રીમાં શેર કરી શકો છો. આ વેબસાઈટ પર તમારો ડેટા 7 દિવસ બાદ પોતાની રીતે જ ડિલીટ થઈ જાય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement