શોધખોળ કરો
Advertisement
પ્રિયંકા ચોપડાનો ઝૂમ મીટિંગ લૂક વાયરલ, વર્ક ફ્રૉમ હૉમ દરમિયાન પોતાને આ રીતે રાખે છે કમ્ફર્ટેબલ
અભિનેત્રીને તાજેતરમાં પોતાની વર્ચ્યૂઅલ મીટિંગ માટે એક ઢીલા પાયઝામા અને એક સ્માર્ટ ઓફ-વ્હાઇટ બ્લેઝર અને પીચ ટૉપની સાથે દેખાઇ હતી. પ્રિયંકાએ પોતાના વર્ક ફ્રૉમ હૉમ લૂકની ઝલક રજૂ કરવા માટે તેને ઇન્સ્ટાગ્રામનો સહારો લીધો હતો
મુંબઇઃ અભિનેત્રી પ્રિયંકા ચોપડા જોનાસે અત્યારે સ્ટાઇલની સાથે સાથે આરામને ધ્યાનમાં રાખીને વર્ક ફ્રૉમ ફેશનને ડિફાઇન કરી છે. અભિનેત્રીને તાજેતરમાં પોતાની વર્ચ્યૂઅલ મીટિંગ માટે એક ઢીલા પાયઝામા અને એક સ્માર્ટ ઓફ-વ્હાઇટ બ્લેઝર અને પીચ ટૉપની સાથે દેખાઇ હતી. પ્રિયંકાએ પોતાના વર્ક ફ્રૉમ હૉમ લૂકની ઝલક રજૂ કરવા માટે તેને ઇન્સ્ટાગ્રામનો સહારો લીધો હતો.
બે તસવીરો શેર કરતા પ્રિયંકાએ લખ્યુ- ઝૂમ મીટિંગ લૂક, અભિનેત્રીએ આ લૂકની સાથે સામાન્ય મેકઅપ કર્યો હતો. આ સપ્તાહની શરૂઆતાં પ્રિયંકાએ પતિ નિક જોનાસની સાથે પહેલી ડેટની કેટલીક પળો શેર કરી. પ્રિયંકાએ પોતાના સોશ્યલ મીડિયા પર થોડાક વર્ષો પહેલા ડોઝર્સ સ્ટેડિયમમાં બન્નેની એક તસવીર પૉસ્ટ કરી હતી.
આ તસવીરોની સાથે પ્રિયંકાએ લખ્યું- આજથી બે વર્ષ પહેલા અમે પહેલી તસવીર સાથે લીધી હતી. ત્યારેથી દરરોજ તમે મારા માટે અનંત ખુશી અને આનંદ લઇને આવ્યા છો. હું તમને ખુબજ પ્રેમ કરુ છુ નિક જોનાસ. અમારા જીવનને એકસાથે આટલુ અસાધારણ બનાવવા માટે તમારો ધન્યવાદ.
આના પર નિકે પ્રતિક્રિયા આપી, મારી જિંદગીને બે સુંદર વર્ષ, આઇ લવ યુ...
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement