Priyanka : રણવીરે પ્રિયંકાની કમર પકડતા જ 'બળીને રાખ' થઈ ગયો પતિ નિક-Video
તાજેતરમાં ફરી એકવાર પ્રિયંકા ચોપરા અને નિક જોનાસનો આવો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે કપલ ગોલ્સ આપી રહ્યો છે. ખાસ કરીને પતિઓ માટે નિક જોનાસ ખરેખર પરફેક્શનના નવા પેરામિટર્સ સેટ કરી રહ્યો છે.
Ranveer holds Priyanka Chopra : નિક જોનાસ અને પ્રિયંકા ચોપરાની તસવીરો ઘણીવાર શ્રેષ્ઠ પતિ અને પત્ની હોવાનો પુરાવો આપતા રહે છે. ઇન્સ્ટાગ્રામ પર બંનેના ફોટા અને વીડિયો એ સાબિત કરે છે કે, રોમેન્ટિક હોવા ઉપરાંત, તેઓ ખૂબ જ સમજદાર કપલ પણ છે જે હંમેશા એકબીજાના પૂરક બનેલા જોવા મળે છે. તાજેતરમાં ફરી એકવાર પ્રિયંકા ચોપરા અને નિક જોનાસનો આવો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે કપલ ગોલ્સ આપી રહ્યો છે. ખાસ કરીને પતિઓ માટે નિક જોનાસ ખરેખર પરફેક્શનના નવા પેરામિટર્સ સેટ કરી રહ્યો છે.
પ્રિયંકા ચોપરા અને નિક જોનાસનો આ વાયરલ વીડિયો નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના ઉદ્ઘાટનનો છે. આ રોયલ ફંક્શનમાં હાજરી આપવા માટે પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ ખાસ ભારત આવ્યા હતા. આ ફંક્શનમાં બોલિવૂડના ઘણા પ્રખ્યાત સ્ટાર્સે ભાગ લીધો હતો. શાહરૂખ ખાન, સલમાન ખાન, રણવીર સિંહ જેવા દિગ્ગજ કલાકારોએ પણ સ્ટેજ પર જોરદાર પર્ફોર્મન્સ આપ્યું હતું. પ્રિયંકા ચોપરા પણ આ મામલે પાછળ રહી નહોતી. પ્રિયંકાએ તેના ડાન્સથી શોને યાદગાર બનાવી દીધો હતો. પરંતુ વાસ્તવિક લાઈમલાઈટ તેના પતિ નિક જોનાસ દ્વારા પકડવામાં આવી હતી. જેમણે ડાન્સ પણ કર્યો ન હતો પરંતુ તેમ છતાં ત્યાં હાજર તમામ પતિઓને જાણે એક સંદેશ આપ્યો હતો.
જ્યારે પ્રિયંકા ચોપરા ફંક્શનમાં પરફોર્મ કરીને રણવીર સિંહ સાથે સ્ટેજ પરથી ઉતરે છે, ત્યારે નિક જોનાસ તેની રાહ જોઈ રહ્યો હતો. પ્રિયંકા ચોપરા સીડીથી નીચે ઉતરે તે પહેલા જ નિક જોનાસે તેને પકડવા હાથ લંબાવ્યો હતો. જેવી પ્રિયંકા છેલ્લા સ્ટેપ પર પહોંચે છે, નિક જોનાસ તેનો હાથ પકડીને તેને સ્ટેજ પરથી નીચે લાવે છે. નિકના આ હાવભાવની ખૂબ પ્રશંસા થઈ રહી છે. લોકો તેને પરફેક્ટ પતિ કહી રહ્યા છે. આ સ્ટાઈલથી નિક જોનાસ સાબિત કરી રહ્યો છે કે તે પોતે કેટલો કેરિંગ પતિ છે. અન્ય પતિઓ માટે પણ નવા બેન્ચમાર્ક સેટ કરે છે.
Bollywood : પ્રિયંકાને આ દિગ્ગજ અભિનેતાનું ખુલ્લુ સમર્થન, ફિલ્મી માફિયાની ખોલી પોલ
View this post on Instagram
Vivek Oberoi Support Priyanka Chopra: હિન્દી સિનેમાની જાણીતી અભિનેત્રી પ્રિયંકા ચોપરા કોઈ ઓળખની મહોતાજ નથી. અભિનેત્રીએ પોતાની શાનદાર એક્ટિંગથી દુનિયાભરમાં ડંકો વગાડ્યો છે. પ્રિયંકાનું નામ છેલ્લા કેટલાક દિવસથી સતત ચર્ચામાં છે. તાજેતરમાં જ પ્રિયંકાએ બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ચાલી રહેલી રાજનીતિને લઈને મોટો ખુલાસો કર્યો હતો. આ આંતરીક રાજકારણના કારણે પ્રિયંકા ચોપરા હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી હોલીવુડમાં શિફ્ટ થઈ ગઈ હતી. પ્રિયંકાના આ નિવેદનને લઈને સિનેમા જગતના તમામ સેલેબ્સ તેના સમર્થન માટે મેદાનમાં આવ્યા છે. આ દરમિયાન બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા વિવેક ઓબેરોયે પણ પ્રિયંકાના નિવેદનને સમર્થન આપ્યું છે.