શોધખોળ કરો
Advertisement
લોકપ્રિય એક્ટર રંજન સહગલનુ નિધન, શરીરના કેટલાય અંગોએ કામ કરવાનુ કરી દીધુ હતુ બંધ
36 વર્ષીય આ અભિનેતાનુ નિધન તેના મલ્ટીપલ ઓર્ગેન-અંગો ફેલ થવાથી થયુ છે. તે લાંબા સમયથી બિમારી સામે ઝઝૂમી રહ્યો હતો
મુંબઇઃ વર્ષ 2020 ભારતીય ફિલ્મ અને ટીવી ઇન્ડસ્ટ્રી માટે દુઃખદ સાબિત થઇ રહ્યું છે, ઇન્ડસ્ટ્રી માટે આ વર્ષ કાળા અક્ષરોમાં લખાઇ જશે. વર્ષના છ મહિનામાં જ કેટલાક દિગ્ગજ એક્ટરોએ દુનિયાને અલવિદા કહી દીધુ છે. હવે આ કડીમાં વધુ એક એક્ટરનુ નામ પણ જોડાયુ છે. ટીવી અને ફિલ્મના પૉપ્યુલર એક્ટર રંજન સહગલનુ નિધન થઇ ગઇ ગયુ છે. તે 36 વર્ષનો જ હતો.
36 વર્ષીય આ અભિનેતાનુ નિધન તેના મલ્ટીપલ ઓર્ગેન-અંગો ફેલ થવાથી થયુ છે. તે લાંબા સમયથી બિમારી સામે ઝઝૂમી રહ્યો હતો.
રંજન સહગલનુ નિધન શનિવારે 11 જુલાઇએ સવારે થયુ હતુ, રંજને ઐશ્વર્યા રાજ બચ્ચન અને રણદીપ હુડ્ડા સ્ટારર ફિલ્મ સરબજીતમાં મુખ્ય ભૂમિકા નિભાવી હતી. તેને કેટલીય સારી ફિલ્મો આપી છે. તેને પાત્રની પ્રસંશા પણ થઇ હતી.
રંજન સહગલે રિશ્તોથી બડી પ્રથા, અને સાવધાન ઇન્ડિયા જેવી ટીવી સીરિયલમાં કામ કર્યુ. આની સાથે જ તેને કર્મા, માહી એનઆરઆઇ અને સરબજીત જેવી ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
રંજન સહગલ ચંડીગઢનો હતો અને તેની સાથે તેને ખુબ લગાવ પણ હતો. તે હંમેશા ચંડીગઢ અવરજવર કરતો હતો. તેને પંજાબી સારા દા કેચઅપ અને આતિશબાજી ઇશ્કમાં પણ કામ કર્યુ હતુ. રંજન સહગલ હંમેશા રચનાત્મકતામાં વિશ્વાસ રાખતો હતો.
આ ઉપરાંત એક્ટર રંજન સહગલે પંજાબી ફિલ્મો અને થિએટરમાં ખુબ એક્ટિવ હતો, પંજાબી થિએટરમાં તેનુ ખુબ મોટુ નામ હતુ. રંજને 2009માં પંજાબ યુનિવર્સિટીમાંથી થિએટરમાં માસ્ટરની ડિગ્રી માેળવી હતી. ત્યારબાદ તેને એક્ટિંગની દુનિયામાં પગ મુક્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
અમદાવાદ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion