શોધખોળ કરો
વેબ સીરીઝ એક્ટ્રેસનો ધડાકો, ડાયરેક્ટરે લગ્નની લાલચ આપીને શૂટિંગ દરમિયાન વારંવાર કર્યુ મારુ જાતીય શોષણ, તેના મિત્રને ફરિયાદ કરી તો............
ફિલ્મ બેલ બૉટમના કાસ્ટિંગ ડાયરેક્ટર આયુષ તિવારી અને તેના રૂમમેટ રાકેશ શર્મા વિરુદ્ધ વર્સોવા પોલીસ સ્ટેશનમાં આઇપીસીની કલમ 376 અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે

પ્રતિકાત્મક તસવીર
મુ્ંબઇઃ અભિનેતા અક્ષય કુમારની આગામી ફિલ્મ બેલ બૉટમના કાસ્ટિંગ ડાયરેક્ટર આયુષ તિવારી અને તેના રૂમમેટ રાકેશ શર્મા વિરુદ્ધ વર્સોવા પોલીસ સ્ટેશનમાં આઇપીસીની કલમ 376 અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે. લગ્નની લાલચ આપીને દુષ્કર્મ કરવાનો આરોપ પીડિતા એક એક્ટ્રેસ તરીકે કામ કરી રહ્યાં છે, જેને ફિલ્મ્સ અને ઓટીટી વેબસીરીઝમાં કામ કર્યુ છે. પીડિતાનો આરોપ છે કે આયુષે લગ્નની લાલચ આપીને કેટલીયવાર તેની સાથે દુષ્કર્મ, રેપ કર્યો. પીડિતાનો આરોપ છે કે જ્યારે તે તેના મિત્ર રાકેશની પાસે ફરિયાદ લઇને ગઇ તો તેને પણ મારો રેપ કર્યો હતો. ફિલ્મની કહાની 80ના દાયકાની છે આ ફિલ્મને લૉકડાઉનમાં શૂટ કરવામાં આવી અને આનુ શૂટિંગ એક -દોઢ મહિનાની અંદર જ લૉકડાઉનમાં પુરુ કરી લેવામાં આવ્યુ. ફિલ્મનુ ટીજર પણ રિલીઝ થઇ ચૂક્યુ છે. અક્ષય કુમાર સ્ટારર આ જાસૂસી ફિલ્મ છે. આની કહાની 80ના દાયકાની છે. ફિલ્મમાં અક્ષય સિક્રેટ એજન્ટના રૉલમાં દેખાશે.
વધુ વાંચો





















