શોધખોળ કરો
Advertisement

બૉલીવુડનો આ અભિનેતા આર્થિક તંગીમાં સપડાયો, ઘરનો સામાન વેચીને ચલાવી રહ્યો છે કામ
ટાઇમ્સ ઓફ ઇન્ડિયાને આપેલા એક ઇન્ટરવ્યૂમાં રૉનિય રૉયે જણાવ્યુ કે તે લૉકડાઉનના કારણે તે ખુબ મોટી મુશ્કેલીમાં મુકાઇ ગયો છે. હાલ રોનિત રૉય આર્થિક તંગીમાંથી પસાર થઇ રહ્યો છે છતાં તે લોકોની મદદ કરી રહ્યો છે

મુંબઇઃ લૉકડાઉનામાં દરેક સેક્ટરમાં કમાણી પર મોટી અસર ઉભી થઇ છે, આમાં મનોરંજન જગત પણ આવી ગયુ છે. લૉકડાઉનના કારણે લેવિસ લાઇફ જીવી રહેલી કેટલાક સ્ટાર એક્ટરોની હાલત પણ કફોડી બની ચૂકી છે. આ લિસ્ટમાં સૌથી પહેલુ નામ અભિનેતા રોનિત રૉયનું આવ્યુ છે. હાલ રોનિત રૉય આર્થિક તંગી સામે ઝઝૂમી રહ્યો છે.
ટાઇમ્સ ઓફ ઇન્ડિયાને આપેલા એક ઇન્ટરવ્યૂમાં રૉનિય રૉયે જણાવ્યુ કે તે લૉકડાઉનના કારણે તે ખુબ મોટી મુશ્કેલીમાં મુકાઇ ગયો છે. હાલ રોનિત રૉય આર્થિક તંગીમાંથી પસાર થઇ રહ્યો છે છતાં તે લોકોની મદદ કરી રહ્યો છે.
જાન્યુઆરીથી જ તેની આવક બંધ છે, અને તેને બિઝનેસ માર્ચ મહિનામાં એકદમ ઠપ થઇ ગયેલો. હવે આવામાં જરા પણ કમાણી નથી થઇ રહી, જોકે, આ મુશ્કેલ પરિસ્થિતિમાં પણ તે ડિપ્રેશનમાં જવાની જગ્યાએ હિંમતથી કામ લઇ રહ્યો છે.

રોનિત રૉયએ આગળ કહ્યું, એક્ટિંગને બિઝનેસ માર્ચથી બંધ છે, હવે મારી પાસે જે પણ વસ્તુઓ ઘરમાં બચી છે, તેને વેચી રહ્યો છું, જેથી તે 100 પરિવારોને સપોર્ટ કરી શકુ, જેની જવાબદારી મેં ઉઠાવી છે. હું વધારે પૈસા વાળો નથી છતાં આ કામ કરી રહ્યો છું. તેના મતે આવા સમયે મોટા મોટા પ્રૉડક્શન હાઉસ અને ચેનલોએ કંઇક કરવુ જોઇએ.
ઉલ્લેખનીય છે કે, એક્ટર રોનિત રૉયે ફિલ્મોમાં કામ કર્યુ, 1992માં આવેલી ફિલ્મ જાન તેરે નામમાં મુખ્ચ ભૂમિકા નિભાવી છે. આ સાથે લાઇમ લાઇટમાં આવ્યો હતો.

વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
અમદાવાદ
ક્રાઇમ
Advertisement


gujarati.abplive.com
Opinion