શોધખોળ કરો
Advertisement
સુશાંત અને રિયાના રિલેશનશીપ અંગે આ ફિલ્મ નિર્માતાએ કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો બન્ને વિશે શું કહ્યું
એક એન્ટરટેઇન્ટમેન્ટ પોર્ટલ અનુસાર, રુમીએ પોલીસ અધિકારીઓને જણાવ્યુ કે, સુશાંત સિંહ અને રિયા ચક્રવર્તી એકબીજા માટે બન્યા હતા. રિયા હંમેશા સુશાંતની સાથે જ રહેતી હતી અને તેને સપોર્ટ કરતી હતી, અને તેના કથિત ડિપ્રેસન દરમિયાન પણ તેનુ ધ્યાન રાખતી હતી
મુંબઇઃ બૉલીવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા કેસને લઇને મુંબઇ પોલીસ સઘન તપાસ ચલાવી રહી છે. મોતના એક મહિના બાદ પણ હજુ સુધી પોલીસને યોગ્ય કડી નથી મળી રહી. કંગના રનૌતથી લઇને બૉલીવુડના કેટલાય મોટા સેલેબ્સની પોલીસ પુછપરછ કરી ચૂકી છે, વળી કેટલાય લોકોને પોતાનુ નિવેદન નોંધાવવા માટે મુંબઇ પોલીસે નોટિસ પણ મોકલી છે.
તાજેતરમાં, સુશાંત સિંહ રાજપૂતની આગામી રૉમ-કૉમ ફિલ્મના ડાયરેક્ટર રૂમી જાફરીને પણ મુંબઇ પોલીસે નોટિસ મોકલી હતી. રુમીએ બ્રાંદ્રા પોલીસ સ્ટેશન જઇને પોતાનુ નિવેદન નોંધાવ્યુ છે. તેમને સુશાંત અને રિયા ચક્રવર્તીના રિલેશનશીપને લઇને કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યો છે.
એક એન્ટરટેઇન્ટમેન્ટ પોર્ટલ અનુસાર, રુમીએ પોલીસ અધિકારીઓને જણાવ્યુ કે, સુશાંત સિંહ અને રિયા ચક્રવર્તી એકબીજા માટે બન્યા હતા. રિયા હંમેશા સુશાંતની સાથે જ રહેતી હતી અને તેને સપોર્ટ કરતી હતી, અને તેના કથિત ડિપ્રેસન દરમિયાન પણ તેનુ ધ્યાન રાખતી હતી..
રુમીએ સુશાંત સાથે થયેલી છેલ્લી વાત અંગે જણાવ્યુ કે, આ ઉપરાંત કહ્યું કે, તેની આગામી ફિલ્મમાં સુશાંત અને રિયા લીડ રૉલમાં અને બન્ને શૂટિંગને લઇને ખુબ ઉત્સાહિત હતા. મે 2020 ફિલ્મનૂ શૂટિંગ લંડનમાં શરૂ થવાનુ હતુ, પરંતુ કોરોના વાયરસ મહામારીના કારણે સ્થગિત થઇ ગયુ હતુ.
નોંધનીય છે કે, 14 જૂને સુશાંતે પોતાના બ્રાંદ્રા સ્થિત ઘરે ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી, ત્યારબાદ કથિત ગર્લફ્રેન્ડ રિયાએ આ કેસની સીબીઆઇ તપાસ કરાવવાની પણ માંગ કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion