શોધખોળ કરો
Advertisement
નેપૉટિઝમના કારણે સંજય દત્તનું 'Sadak 2'નુ ટ્રેલર ધોવાયુ, 5 કલાકમાં મળી 12 લાખથી વધુ Dislikes
આલિયા ભટ્ટ વિરુદ્ધનો ગુસ્સો સોશ્યલ મીડિયા પર સડક-2ના ટ્રેપર પર દેખાઇ રહ્યો છે, બુધવારે રિલીઝ થયેલા આ ટ્રેલરને 5 કલાકમાં 12 લાખથી વધુ ડિસ્લાઇક્સ મળી છે
મુંબઇઃ સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ બૉલીવુડમાં ચાલી રહેલી નેપૉટિઝમની ચર્ચાની અસર હવે સ્ટાર કિડ્સની ફિલ્મો પર પડવા લાગી છે. સંજય દત્ત અને આલિયા ભટ્ટની ફિલ્મ સડક-2 પર સ્પષ્ટ અસર દેખાઇ છે. આ ફિલ્મનુ ટ્રેલર ફેન્સની વચ્ચે ફસાઇ ગયુ છે. ફેન્સ આ ફિલ્મના ટ્રેલરને સોશ્યલ મીડિયા પર ધિક્કારી રહ્યાં છે.
આલિયા ભટ્ટ વિરુદ્ધનો ગુસ્સો સોશ્યલ મીડિયા પર સડક-2ના ટ્રેપર પર દેખાઇ રહ્યો છે, બુધવારે રિલીઝ થયેલા આ ટ્રેલરને 5 કલાકમાં 12 લાખથી વધુ ડિસ્લાઇક્સ મળી છે.
જાગરણ ન્યૂઝની હિન્દી વેબસાઇટ પર છપાયેલા અહેવાલ પ્રમાણે, સડક-2ને લોકો સોશ્યલ મીડિયા પર ડિસ્લાઇક કરી રહ્યાં છે. સડક-2નુ ટ્રેલર ફૉક્સ સ્ટાર ઇન્ડિયાએ લગભગ 11 વાગે પોતાના યુટ્યૂબ પર શેર કર્યુ હતુ. સાંજે 4 વાગ્યા સુધી ટ્રેલરને 23 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા હતા, જ્યારે માત્ર 90 હજાર લોકોએ આને પસંદ કર્યુ અને 1.2 મિલિયન એટલે કે 12 લાખથી વધુ લોકોએ આને ડિસ્લાઇક કર્યુ છે.
સડક-2 ફિલ્મને મહેશ ભટ્ટે નિર્દેશિત કરી છે, ફિલ્મમાં આદિત્ય રૉય કપૂર અને આલિયા ભટ્ટની સાથે સંજય દત્ત મુખ્ય સ્ટાર કાસ્ટમાં સામેલ છે. ફિલ્મ 28 ઓગસ્ટે ડિઝ્ની પ્લસ હૉટસ્ટર પર રિલીઝ થવાની છે. સડક-2ની સાથે મહેશ ભટ્ટ લગભગ બે દાયકા બાદ નિર્દેશનમાં પરત ફર્યા છે. તેમને 1999માં છેલ્લી ફિલ્મ કારતૂસ નિર્દેશિત કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
ગુજરાત
બિઝનેસ
Advertisement