શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
સલમાન-જેકલિનના લવ સોન્ગ 'તેરે બિના'એ બનાવ્યો રેકોર્ડ, બન્યુ સિઝનનું રૉમેન્ટિક સોન્ગ
યુટ્યૂબ પર આ ગીતને અત્યાર સુધી 20 મિલિયન વાર જોવામાં આવી ચૂક્યુ છે, જે પછી 'તેરે બિના' તરતજ આ સિઝનનો સૌથી નવુ રોમેન્ટિક ટ્રેક બની ગયુ છે
મુંબઇઃ સલમાન ખાન અને જેકલિન ફર્નાન્ડિઝ સ્ટારર લવ સોન્ગ 'તેરે બિના' તાજેતરમાં જ રિલીઝ થયુ છે, લૉકડાઉનના સમયમાં હીરો અને હીરોઇને આ ગીત પોતાના ફેન્સ માટે લૉન્ચ કર્યુ હતુ. હવે આ સોન્ગને લઇને એક ખાસ રિપોર્ટ સામે આવી રહી છે, જે પ્રમાણે આ ગીતો એક નવો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.
સલમાન અને જેકલિનના આ નવા લવ સોન્ગ 'તેરે બિના' રિલીઝ બાદ સૌથી વધુ જોવાયુ છે, આ ગીતને 24 કલાકમાં 12 મિલિયન વ્યૂઝ મળી ચૂક્યા છે. આ એકમાત્ર ગીત અને ચેનલ છે, જેનુ ગીત અને ટીજર બન્ને યુટ્યૂબ પર એક જ ચેનલથી એક સાથે ટૉપ 3માં ટ્રેન્ડ કરી રહ્યું છે. ખરેખરમાં આ ગીતને ખુબ પસંદ કરવામાં આવી રહ્યું છે, અને યુટ્યૂબ ઇન્ડિયા પર નંબર વન પર ટ્રેન્ડ કરી રહ્યું છે.
યુટ્યૂબ પર આ ગીતને અત્યાર સુધી 20 મિલિયન વાર જોવામાં આવી ચૂક્યુ છે, જે પછી 'તેરે બિના' તરતજ આ સિઝનનો સૌથી નવુ રોમેન્ટિક ટ્રેક બની ગયુ છે.
સલમાન ખાન પોતાની ફિલ્મોની સાથે બૉક્સ ઓફિસ પર રેકોર્ડ તોડવા માટે જાણીતો છે, તે પોતાના ગીતોથી પણ અનેક રેકોર્ડ તોડે છે. અને આ જ સલમાન ખાનની લોકપ્રિયતા છે.
ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસના લૉકડાઉનના કારણે 'તેરે બિના' ગીતને સલમાન ખાનના ફાર્મહાઉસ પર જ શૂટ કરવામાં આવ્યુ છે, આની સાથે જ સેટથી લઇને મેકઅપ અને હેયરસ્ટાઇલ સ્ટાર્સે જાતે જ કરી છે.
ખાસ વાત છે કે સલમાન ખાને 'તેરે બિના' ગીત ખુદ ગાયુ છે, અને નિર્દેશિત પણ કર્યુ છે. આને તેના મિત્ર અજય ભાટિયાએ કંમ્પૉઝ કર્યુ છે, અને શબ્બીર અહેમદે લખ્યુ છે. સલમાન ખાને આ ગીતના માધ્યમથી સિએનાને લૉન્ચ કરી છે, સિએના અભિનેત્રી વલૂચા ડી સૂઝાની સૌથી નાની દીકરી છે, જે પોતાની માસૂમિયતના કારણે બધાના દિલને સ્પર્શી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
મનોરંજન
Advertisement
gujarati.abplive.com
Opinion