શોધખોળ કરો
Advertisement
'ઇદ'ના તહેવારમાં સલમાન ખાનની ફેન્સને ગિફ્ટ, રિલીઝ કરશે સ્પેશ્યલ મ્યૂઝિક વીડિયો
એક વેબસાઇટ અનુસાર, સલમાન ખાન પોતાના ફેન્સ માટે સોમવારે ઇદના મુબારક પ્રસંગે એક સ્પેશ્યલ મ્યૂઝિક વીડિયો રિલીઝ કરશે. સલમાન દરવર્ષની જેમ આ વખતે પણ ફેન્સને ઇદ સરપ્રાઇઝ આપશે
મુંબઇઃ ઇદનો તહેવાર અને સલમાન ખાનની ફિલ્મ રિલીઝનો સમય છેલ્લા કેટલાય સમયથી એક સાથે રહ્યો છે. સલમાન ખાનના ફેન્સ પણ ઇદના તહેવારમાં સલમાનની ફિલ્મોનો ઇન્તજાર કરે છે. પરંતુ આ વખતે લૉકડાઉનના આ શક્ય નથી.
આ વખતે ઇદના તહેવારમાં સલમાન ખાનની ફિલ્મ રાધેઃ યૉર મૉસ્ટ વૉન્ટેડ ભાઇ રિલીઝ થવાની હતી પરંતુ કોરોના વાયરસના કારણે ફિલ્મ રિલીઝની તારીખ આગળ લંબાવી દીધી છે. જોકે, ભાઇજાન સલમાન આ વખતે ઇદના તહેવારમાં ફેન્સને નવી સરપ્રાઇઝ ગિફ્ટ આપવા જઇ રહ્યાં છે.
એક વેબસાઇટ અનુસાર, સલમાન ખાન પોતાના ફેન્સ માટે સોમવારે ઇદના મુબારક પ્રસંગે એક સ્પેશ્યલ મ્યૂઝિક વીડિયો રિલીઝ કરશે. સલમાન દરવર્ષની જેમ આ વખતે પણ ફેન્સને ઇદ સરપ્રાઇઝ આપશે.
આમ તો આ વખતે રાધેઃ યૉર મૉસ્ટ વૉન્ટેડ ભાઇ ફિલ્મ રિલીઝ થવાની હતી, આ ફિલ્મમાં સલમાન ખાન, દિશા પટ્ટણી, રણદીપ હુડ્ડા અને જેકી શ્રોફ મુખ્ય રૉલમાં છે. આ ફિલ્મ દક્ષિણ કોરિયન ફિલ્મ વેટરનની રિમેક છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગેજેટ
બિઝનેસ
Advertisement