શોધખોળ કરો
Advertisement
સુશાંત સિંહના નિધન પર સલમાન ખાન થયો ભાવુક, ટ્વીટ કરીને કહી આ મોટી વાત
અભિનેતાની આ અચાનક વિદાયથી સમગ્ર બૉલીવુડ સ્તબ્ધ થઇ ગયુ છે. બૉલીવુડમાથી તેને જુદીજુદી રીતે શ્રદ્ધાંજલિ આપી રહ્યાં છે. હવે સલમાન ખાને પણ ખાસ રીતે સુશાંત સિંહ રાજપૂતને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપી છે
નવી દિલ્હીઃ હિન્દી સિનેમામાં ધીમે ધીમે સફળતાની સીડીઓ ચઢી રહેલા અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે અચાનક ચોંકાવનારુ પગલુ ભર્યુ, તેને ગઇકાલે પોતાના મુંબઇ સ્થિત ઘરમાં ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી. અભિનેતાની આ અચાનક વિદાયથી સમગ્ર બૉલીવુડ સ્તબ્ધ થઇ ગયુ છે. બૉલીવુડમાથી તેને જુદીજુદી રીતે શ્રદ્ધાંજલિ આપી રહ્યાં છે. હવે સલમાન ખાને પણ ખાસ રીતે સુશાંત સિંહ રાજપૂતને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપી છે.
સુશાંત સિંહ રાજપૂતના નિધન પર સલમાન ખાને દુઃખ વ્યક્ત કર્યુ, સલમાને ટ્વીટ કર્યુ - "તુમ યાદ કિએ જાઓગે. #RIP સુશાંત."
સુશાંત એક ખુબ જિંદાદિલ વ્યક્તિ હતો, તેનો જન્મ બિહારમાં થયો હતો, બિહારનુ એક નાનુ ગામ મલ્ડીહા જે પુર્ણિયા જિલ્લામાં આવે છે. મુંબઇ ઝૉન 9ના ડીસીપી અભિષેક ત્રિમુખે કહ્યું કે, અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત ગળાફાંસો ખાવાના કારણે થયુ છે, પણ પોલીસ પોસ્ટમોર્ટમ રિપોર્ટ મળ્યા બાદ જ તેનુ સાચુ કારણ બતાવી શકે છે. હજુ સુધી કોઇ શંકાસ્પદ વસ્તુ હાથ લાગી નથી.
સુશાંત સિંહના કઝીને કહ્યું કે, સુશાંત સિંહ રાજપૂત આ નવેમ્બરમાં લગ્ન કરવાનો હતો, કાકાના દીકરા પન્ના સિંહે જણાવ્યુ કે તેની સુશાંત સિંહ રાજપૂતના પિતા સાથે વાત થઇ છે.
સુશાંતના સુસાઈડના થોડાક દિવસો પહેલાં તેની પૂર્વ મેનેજર દિશાએ મલાડમાં 12મા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી, સુશાંત છેલ્લે નેટફ્લિક્સ પર આવેલી ફિલ્મ ‘ડ્રાઈવ’માં જોવા મળ્યો હતો, ફિલ્મ ‘છિછોરે’માં એક એવા પિતાનો રોલ પ્લે કર્યો હતો, જે આત્મહત્યાનો પ્રયાસ કરતાં દીકરાને ડિપ્રેશનમાંથી બહાર લાવે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement