શોધખોળ કરો
Advertisement
Lockdown: બૉલીવુડ સેલિબ્રિટીઓની સોશ્યલ મીડિયા પરની હરકતોને લઇને સાનિયા મિર્ઝા ભડકી, બોલી- આ બધુ........
સાનિયાએ આ પૉસ્ટ મારફતે એવા લોકોને ખખડાવ્યા છે, જે લોકો લૉકડાઉનના સમયે ખાવા બનાવવાના કે ભોજનના વીડિયો શેર કરી રહ્યાં છે
મુંબઇઃ દેશભરમાં ચાલી રહેલા લૉકડાઉનને લઇને દેશની મોટી મોટી હસ્તીઓ અને બૉલીવડુ સેલિબ્રિટીઓઓ પણ પોતાના કામ ઠપ કરી દીધા છે. દરેક વ્યક્તિ હાલ પોતાના ઘરમાં છે. પોતાના ઘરમાં રહીને કેટલીક સેલિબ્રિટીઓ સોશ્યલ મીડિયા પર કેટલાક વીડિયો શેર કરે છે. આ મામલે સાનિયા મિર્ઝા ભડકી છે.
ભારતીય મહિલા ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા બૉલીવુડની હસ્તીઓને આડેહાથે લેતા એક પૉસ્ટ શેર કરી છે. સાનિયાએ આ પૉસ્ટ મારફતે એવા લોકોને ખખડાવ્યા છે, જે લોકો લૉકડાઉનના સમયે ખાવા બનાવવાના કે ભોજનના વીડિયો શેર કરી રહ્યાં છે.
સાનિયા મિર્ઝાએ એવા લોકો માટે સોશ્યલ મીડિયા પર લખ્યું- ખાવાનુ બનાવવાના વીડિયો અને તસવીરો પૉસ્ટ કરીને શું હજુ સુધી આપણુ મન નથી ભરાયુ. માત્ર આટલુ જ કહેવુ જ હતુ કે સેંકડો, હજારો લોકો એવા છે, જે ખાસ કરીને અમારી પાસે આ દુનિયામાં જે ભૂખના કારણે મરી રહ્યાં છે, અને દિવસભર ખાવા માટે સંઘર્ષ કરી રહ્યાં છે, જો તેમનુ નસીબ હોય તો તેમને એક સમયનુ ખાવાનુ મળે.
ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના કેસો ભારતમાં દિવસે દિવસે વધી રહ્યાં છે, હાલ આ આંકડો 3 હજારનો પાર પહોંચી ગયો છે, જોકે, 200થી વધુ લોકો સજા પણ થયાના રિપોર્ટ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
મનોરંજન
દેશ
દેશ
Advertisement