શોધખોળ કરો
Advertisement
ડાન્સર સપના ચૌધરીએ ચોરીછુપીથી આ સુપરસ્ટાર એક્ટર સાથે કરી લીધી સગાઇ? જાણો વિગતે
પીટીસી ન્યૂઝ અનુસાર, સપના ચૌધરી આ વર્ષે લગ્નના બંધનમાં બંધાઇ જશે. આ વાતનો ખુલાસો તેને ખુદ એક શૉ દરમિયાન કર્યો હતો
નવી દિલ્હીઃ ડાન્સર ક્વિન સપના ચૌધરીને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટ છે કે, સપના બહુ જલ્દી લગ્ન કરવાની છે, અને તેને સુપરસ્ટાર એક્ટર સાથે સગાઇ પણ કરી લીધી છે. ખાસ વાત છે કે સપના ચૌધરીએ પોતાના ડાન્સથી હરિયાણા, પંજાબ સહિત ભોજપુરી ફિલ્મોમાં પણ પોતાનો દબદબો બનાવી લીધો છે.
પીટીસી ન્યૂઝ અનુસાર, સપના ચૌધરી આ વર્ષે લગ્નના બંધનમાં બંધાઇ જશે. આ વાતનો ખુલાસો તેને ખુદ એક શૉ દરમિયાન કર્યો હતો. જોકે, હવે રિપોર્ટ છે કે સપના ચૌધરીએ સગાઇ ચોરીછુપીથી કરી લીધી છે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે, ડાન્સર સપના ચૌધરી હરિયાણાના જ સુપરસ્ટાર એક્ટર વીર સાહુ સાથે લગ્નગ્રંથીથી જોડાશે, તે છેલ્લા કેટલાય સમયથી તેને ડેટ કરી રહી છે. તાજા રિપોર્ટ છે કે સપના ચૌધરીએ અને વીર સાહુએ ચોરીછુપીથી સગાઇ પણ કરી લીધી છે. જોકે, આ વાતની સત્તાવાર કોઇ માહિતી સામે આવી નથી.
સપના ચૌધરી હંમેશા પોતાના ડાન્સને લઇને ચર્ચામાં રહ્યા કરે છે, પણ હવે તે પોતાના લગ્ની વાતને લઇને ચર્ચામાં આવી છે. સપનાએ પોતાના ડાન્સથી હરિયાણા, પંજાબ, ભોજપુરી ફિલ્મો અને બૉલીવુડ ફિલ્મોમાં પણ દબદબો બનાવી લીધો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
ક્રિકેટ
Advertisement