શોધખોળ કરો
Advertisement
સારા અલી ખાન માલદીવમાં ભાઇ સાથે ગાળી રહી છે વેકેશન, બીચ પર એન્જૉય કરતી કરી શેર
વાયરલ થયેલી તસવીરોમાં બન્ને સાથે દરિયામાં મસ્તી કરી રહ્યાં છે. તસવીરોમાં ભાઇ-બહેનની બૉન્ડિંગ એકદમ જબરદસ્ત દેખાઇ રહી છે
નવી દિલ્હીઃ એક્ટ્રેસ સારા અલી ખાન હાલ ભારતથી દુર માલદીવમાં પોતાનો ફેમિલી ટાઇમ સ્પેન્ડ કરી રહી છે. અહીં તેના ભાઇ ઇબ્રાહિમ સાથે વેકેશનની પળો માણી રહી છે. ત્યાંથી તેણે કેટલીક તસવીરો શેર કરી છે જે વાયરલ થઇ રહી છે.
માલદીવના દરિયાકિનારે સારા અલી ખાન ભાઇ ઇબ્રાહિમ સાથે મસ્તીના મૂડમાં દેખાઇ રહી છે, વાયરલ થયેલી તસવીરોમાં બન્ને સાથે દરિયામાં મસ્તી કરી રહ્યાં છે. તસવીરોમાં ભાઇ-બહેનની બૉન્ડિંગ એકદમ જબરદસ્ત દેખાઇ રહી છે.
સારાએ આ તસવીરો શેર કરતાં કેપ્શનમાં લખ્યુ કે, - 'જ્યારે તમે બ્લૂ જેવો અનુભવા કરવા માંગતા હોય તો અહીં કંઇ ખોટુ નથી.' તેનુ આ કેપ્શન આ તસવીરમાં એકદમ ફીટ બેસે છે.
આ સાથે સારાએ નવા વર્ષની શુભેચ્છા પાઠવતી તસવીરો પણ શેર કરી હતી, તેણીને મંદિર, મસ્જિદ અને ચર્ચમાંથીમાં પણ તસવીરો શેર કરી હતી, જેમાં તેને સલવાર સૂટ પહેરેલી હતી. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સારા અલી ખાન બહુ જલ્દી કુલી નંબર વનમાં વરુણ ધવન સાથે દેખાશે. આ ઉપરાંત તે કાર્તિક આર્યન સાથે લવ આજ કાલના સિકવન્સમાં પણ જોવા મળશે.View this post on InstagramWhen feeling blue isn’t a bad thing ???????????????? @luxnorthmale @ncstravels
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement