શોધખોળ કરો

KINGની રિલીઝ ડેટ કન્ફર્મ, બોક્સ ઓફિસ 'ધુરંધર'નો રેકોર્ડ તોડવા આવી રહ્યો છે શાહરૂખ ખાન

Shah Rukh Khan King Release Date: આદિત્ય ધરની ફિલ્મ 'ધુરંધર 2' 2026 ની બ્લોકબસ્ટર હિટ ફિલ્મ તરીકે ઉભરી આવી. આ વચ્ચે, શાહરૂખ ખાને હવે તેની આગામી ફિલ્મની રિલીઝ ડેટ પણ કન્ફર્મ કરી દીધી છે.

Shah Rukh Khan King Release Date Confirm: 2026ની બ્લોકબસ્ટર ફિલ્મ 'ધુરંધર 2' એ ઘણા રેકોર્ડ્સ તોડી નાખ્યા અને બોક્સ ઓફિસ પર એક નવો ઇતિહાસ લખ્યો. આ ઇન્ડિયન સિનેમાની હાઈએસ્ટ ગ્રોસિંગ ફિલ્મોમાંની એક બની ચુકી છે. તેણે 'દંગલ' અને 'પઠાણ' જેવી ફિલ્મોને પણ કમાણીની બાબતમાં પાછળ છોડી દીધી. આવી સ્થિતિમાં હવે કિંગ ખાન પણ આદિત્ય ધરની ફિલ્મનો રેકોર્ડ તોડવા માટે આવી રહ્યા છે. તેમણે પણ પોતાની અપકમિંગ ફિલ્મ 'કિંગ' ની રિલીઝ ડેટ કન્ફર્મ કરી છે.

શાહરૂખ ખાન છેલ્લા ઘણા સમયથી પોતાની એક્શન ડ્રામા ફિલ્મ 'કિંગ' ને લઈને ચર્ચામાં છે, જેમાં એક્ટરનો એક અલગ જ અંદાજ જોવા મળ્યો છે. ફિલ્મમાંથી એક્ટરનો લૂક અને ટીઝર વીડિયો પહેલાથી જ શેર કરવામાં આવ્યા છે. હવે ફરી એકવાર ફિલ્મ 'કિંગ' નું શાનદાર ટીઝર શેર કરવામાં આવ્યું છે, જેમાં શાહરૂખને એક્શન અવતારમાં જોઈ શકાય છે. કિંગ ખાને આ ટીઝર ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યું છે અને તેની સાથે જ તેની રિલીઝ ડેટ કન્ફર્મ કરી છે.

View this post on Instagram
 
A post shared by Red Chillies Entertainment (@redchilliesent)

નાતાલના અવસરે રિલીઝ થશે 'કિંગ'

ફિલ્મ 'કિંગ' નું ટીઝર રેડ ચિલીઝના ઇન્સ્ટાગ્રામ પેજ પરથી શેર કરવામાં આવ્યું છે, જેની સાથે કેપ્શનમાં લખ્યું છે, 'એક એવી ગર્જના, જે આખા રાજ્યને હચમચાવી દે.' આ સાથે એક્ટરે ફિલ્મની રિલીઝ ડેટ કન્ફર્મ કરતા લખ્યું, '24.12.2026'. ફિલ્મ નાતાલના અવસરે વર્ષ 2026 ના અંતમાં રિલીઝ કરવામાં આવશે. શાહરૂખ ખાને કન્ફર્મ કર્યા બાદ ફેન્સમાં તેના માટે વધુ ઉત્તેજના જોવા મળી રહી છે.

દીપિકા પાદુકોણ સાથે સ્ક્રીન શેર કરશે શાહરૂખ ખાન

આ સાથે જો શાહરૂખ ખાનની અપકમિંગ ફિલ્મ 'કિંગ' માં અન્ય સ્ટાર કાસ્ટની વાત કરીએ તો, આ ફિલ્મ દ્વારા શાહરૂખ ખાન ફરી એકવાર દીપિકા પાદુકોણ સાથે સ્ક્રીન શેર કરતા જોવા મળવાના છે. આ પહેલા બંનેની જોડી 'પઠાણ',  'ચેન્નાઈ એક્સપ્રેસ' જેવી ફિલ્મોમાં જોવા મળી છે. તેમની જોડી બોક્સ ઓફિસ પર હિટ છે. તમને જણાવી દઈએ કે દીપિકા પાદુકોણે શાહરૂખ ખાનની સામે ફિલ્મ 'ઓમ શાંતિ ઓમ' થી જ એક્ટિંગમાં ડેબ્યુ કર્યું હતું.

3 વર્ષ પછી સ્ક્રીન પર શાહરૂખ ખાનની વાપસી

નોંધનીય છે કે શાહરૂખ ખાન લગભગ 3 વર્ષ પછી સ્ક્રીન પર કમબેક કરી રહ્યા છે. 'કિંગ' પહેલા અભિનેતાને 2023 માં 'પઠાણ' (1,055 કરોડ વર્લ્ડવાઈડ), 'જવાન' (1,160 કરોડ વર્લ્ડવાઈડ) અને 'ડંકી' (454 કરોડ વર્લ્ડવાઈડ) દ્વારા સ્ક્રીન પર જોવામાં આવ્યા હતા. 2018 માં 'ઝીરો' ફ્લોપ થયા પછી એક્ટરે 5 વર્ષ બાદ પડદા પર ધમાકેદાર વાપસી કરી હતી. 2023 માં એક્ટરે પોતાની આ ત્રણેય ફિલ્મોથી 2500 કરોડથી વધુનો બિઝનેસ કર્યો હતો. હવે, 3 વર્ષ પછી તેઓ 'કિંગ' થી કમબેક કરી રહ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Embed widget