શોધખોળ કરો
IPL: શાહરૂખની દીકરી સુહાના ખાન કેમ છે સ્ટ્રેસમાં? જાણો શું કરી પોસ્ટ?
શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન હંમેશા પોતાની તસવીરો અને વીડિયોને લઇને ચર્ચામાં રહ્યાં કરે છે. સોશ્યલ મીડિયામાં એક્ટિવ રહેતી સુહાનાએ ફરી એકવાર પોતાની પૉસ્ટથી બધાને ચોંકાવી દીધા છે, સુહાનાએ આ વખતે પોતે સ્ટ્રેસ અંગે ખુલાસો કર્યો છે
![IPL: શાહરૂખની દીકરી સુહાના ખાન કેમ છે સ્ટ્રેસમાં? જાણો શું કરી પોસ્ટ? Shahrukh khan's daughter Suhana Khan post on Stressed Since 2008 IPL: શાહરૂખની દીકરી સુહાના ખાન કેમ છે સ્ટ્રેસમાં? જાણો શું કરી પોસ્ટ?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/10/19194122/Suhana-Khan-10.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ફાઇલ તસવીર
નવી દિલ્હીઃ બૉલીવુડ અભિનેતા શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન હંમેશા પોતાની તસવીરો અને વીડિયોને લઇને ચર્ચામાં રહ્યાં કરે છે. સોશ્યલ મીડિયામાં એક્ટિવ રહેતી સુહાનાએ ફરી એકવાર પોતાની પૉસ્ટથી બધાને ચોંકાવી દીધા છે, સુહાનાએ આ વખતે પોતે સ્ટ્રેસ અંગે ખુલાસો કર્યો છે.
શાહરૂખ ખાને એક તસવીર શેર કરી છે, જેમાં સુહાના ખાન કેકેઆરના લૉગોવાળુ જેકેટ પહેરેની દેખાઇ રહી છે. વળી, એક તસવીર 12 વર્ષ જુની છે, અને આ તસવીરમાં શાહરૂખ ખાન અને સુહાના બન્ને દેખાઇ રહ્યાં છે. સુહાનાએ આ તસવીરમાં પણ કેકેઆરની જર્સી પહેરેલી દેખાઇ રહી છે.
સુહાનાએ આ તસવીરોને શેર કરતા બે શબ્દોનુ કેપ્શન લખ્યું છે, જેમે તેને કહ્યું- ધ સ્ટ્રેસ, વર્ષ 2008થી @kkriders. આ વાતથી સમજી શકાય કે પૉસ્ટમાં સ્ટ્રેસ વિશે વાત કરવામાં આવી રહી છે.
12 વર્ષ પહેલાની આ તસવીરથી સુહાના કેકેઆર સાથેના જોડાવની વાત કરી રહી છે. સુહાના ખાનની આ તસવીર ફેન્સને ખુબ પસંદ આવી રહી છે, અને આ તસવીરોને લગભગ ત્રણ લાખ લોકો લાઇક પણ કરી ચૂક્યા છે. તાજેતરમાંજ એક્ટ્રેસ કેકેઆરની મેચમાં સ્ટેડિયમમાં પણ પોતાના પિતાની સાથે દેખાઇ હતી. બન્નેની તસવીરો પણ સોશ્યલ મીડિયામાં ખુબ વાયરલ થઇ હતી. મેચ દરમિયાન શાહરૂખની સાથે દીકરી અને પત્ની ગૌરી ખાન અને સાથે દીકરો આર્યન પણ હાજર હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ભાવનગર
દેશ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)