(Source: ECI/ABP News/ABP Majha)
વ્હાઈટ બિકિનીમાં પ્યાર કા પંચનામ ફેમ એક્ટ્રેસ સોનાલી સહગલનો હોટ અંદાજ, જુઓ વીડિયો
બોલિવૂડ અભિનેત્રી સોનાલી સહગલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. સોનાલીને ફિલ્મ 'પ્યાર કા પંચનામા'થી ઘણી લોકપ્રિયતા મળી હતી. સોનાલી હાલ પોતાની હોટ તસવીરોને લઈને ચર્ચામાં છે.
મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી સોનાલી સહગલ(sonali sehgal ) સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. સોનાલીને ફિલ્મ 'પ્યાર કા પંચનામા'થી ઘણી લોકપ્રિયતા મળી હતી. સોનાલી હાલ પોતાની હોટ તસવીરોને લઈને ચર્ચામાં છે. અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર વ્હાઈટ બિકિનીમાં વીડિયો શેર કર્યો છે. વ્હાઈટ બિકિનીમાં સોનાલીનો ખૂબ જ બોલ્ડ અને હોટ અંદાજ જોવા મળી રહ્યો છે. 'પ્યાર કા પંચનામા', 'જય મમ્મી દી' જેવી ફિલ્મો અને ઘણા મ્યુઝિક વીડિયોમાં જોવા મળેલી અભિનેત્રી સોનાલી સેગલ આ દિવસોમાં તેના લેટેસ્ટ વીડિયોને લઈને ચર્ચામાં છે.
આ પહેલા પણ ઘણી વખત સોનાલી હોટ તસવીરો અને વીડિયો શેર કરી ચૂકી છે. આ પહેલા હોટ તસવીરોમાં ફોટોશૂટ ખૂબ જ વાયરલ થયું હતું. તસવીરો ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે. તે સોનાલીના વખાણ કરતાં થાકતા નથી.
સોનાલી સહગલે પોતાના કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી. વર્ષ 2011માં રિલીઝ થયેલી લવ રંજનની ફિલ્મ પ્યાર કા પંચનામા સાથે તેમને હિન્દી સિનેમામાં પહેલી તક મળી. 'પ્યાર કા પંચનામા'થી ડેબ્યુ કર્યા બાદ સોનાલી 'પ્યાર કા પંચનામા 2', 'સોનુ કે ટીટુ કી સ્વીટી', 'હાઈજેક', 'વેડિંગ પુલાઓ' અને 'જય મમ્મી દી' જેવી ફિલ્મોમાં જોવા મળી છે. સોનાલી બોલિવૂડમાં તેના બોલ્ડ લુક માટે જાણીતી છે. સોનાલી સહગલ છેલ્લે ફિલ્મ 'જય મમ્મી દી'માં જોવા મળી હતી.
સોનાલી સહગલ એક પ્રખ્યાત ભારતીય અભિનેત્રી અને મોડેલ છે જે મુખ્યત્વે હિન્દી સિનેમામાં કામ કરે છે. તેણે 2006માં મિસ ઈન્ડિયા ઈન્ટરનેશનલનો ખિતાબ જીત્યો હતો. તે પ્યાર કા પંચનામામાં રિયાની ભૂમિકા માટે જાણીતી છે. સોનાલી સહગલે પોતાના કરિયરની શરૂઆત મોડલ તરીકે કરી હતી. 2006માં તેણે પેન્ટાલૂન્સ ફેમિના મિસ ઈન્ડિયા ઈન્ટરનેશનલનો ખિતાબ જીત્યો હતો.