શોધખોળ કરો
Advertisement
Lockdown: અમિતાભ બચ્ચને એક ક્રિએટીવ ટ્વીટ કરીને લોકોને ઘરમાં રહેવા સમજાવ્યા, વાંચો ટ્વીટના શબ્દો.....
બૉલીવુડના બીગ બી અમિતાભે ટ્વીટમાં એક બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર શેર કરી છે, અને લોકોને કહ્યું કે, કોરોનાને ઉલ્ટુ ના થવા દેશો
નવી દિલ્હીઃ બૉલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચને કોરોના વાયરસ અને લૉકડાઉનને લઇને ફરી એકવાર એક ખાસ ટ્વીટ કર્યુ છે, આ ટ્વીટ હાલ સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યું છે. આ બિગબીએ લોકોને ઘરમાં રહેવા માટે ક્રિએટીવીટી કરીને સમજાવ્યા છે.
બૉલીવુડના બીગ બી અમિતાભે ટ્વીટમાં એક બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર શેર કરી છે, અને લોકોને કહ્યું કે, કોરોનાને ઉલ્ટુ ના થવા દેશો.
અમિતાભે ટ્વીટ કરતાં લખ્યું કે- "ખબરદાર, ઘરમાં રહો, બહાર ના નીકળો, આ બદમાશ 'કોરોના',ને ઉલ્ટુ ના થવા દેશો, ના... ના.... તમે મારી વાત નથી સમજી રહ્યાં. 'કોરોના'ના ઉલ્ટુ વાંચો..... થઇ જશે..... 'નારોકો'."
અમિતાભ બચ્ચનના આ ટ્વીટને લાખો લોકોએ શેર કર્યુ છે, થોકાડ દિવસો પહેલા અમિતાભે એક વીડિયો પણ શેર કર્યો હતો, અને કોરોના સામેની લડાઇમાં સાથ સહકાર આપવા અપીલ કરી હતી.
નોંધનીય છે કે, હાલ દેશમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 2543એ પહોંચી ગઇ છે, જેમાં 53 લોકો મૃત્યુ પામ્યા છે, અને 179 લોકો સાજા પણ થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
મનોરંજન
ક્રિકેટ
દેશ
Advertisement