શોધખોળ કરો
Advertisement
સુશાંતની છેલ્લી ફિલ્મ 'દિલ બેચારા'ના ટ્રેલરે બનાવ્યો આ ખાસ રેકોર્ડ, હૉલીવુડની મૂવીને પણ પછાડી
સુશાંતની ફિલ્મ દિલ બેચારાએ રિલીઝના 24 કલાકમાં લગભગ 7 મિલિયન લાઇક્સ મળી છે, વળી સુપરસ્ટાર ઋત્વિક રોશનની ફિલ્મ સુપર 30ના ટ્રેલરને રિલીઝ બાદ અત્યાર સુધી કુલ 1.4 મિલિયન લાઇક્સ જ મળી છે
મુંબઇઃ સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ દિલ બેચારાએ એક નવો રેકોર્ડ બનાવી રહી છે. ફિલ્મના ટ્રેલરને યુટ્યૂબ પર ફેન્સ બહુજ લાઇક કરી રહ્યાં છે, પ્રેમ આપી રહ્યાં છે. ફિલ્મનું ટ્રેલર 24 કલાકમાં સૌથી વધુ જોવાવાળા ટ્રેલર બની ગયુ છે.
ખાસ વાત એ છે કે સુશાંતની છેલ્લી ફિલ્મ દિલ બેચારાના ટ્રેલરે બૉલીવુડ જ નહીં પણ હૉલીવુડની ફિલ્મોને પણ પાછળ પાડી દીધી છે.
સુશાંતની ફિલ્મનુ ટ્રેલર યુટ્યૂબ પર સૌથી વધુ લાઇક થનારુ ટ્રેલર બની ગયુ છે. ફિલ્મના ટ્રેલરને માર્વલ સ્ટૂડિયોઝની એવેન્જર્સ એન્ડગેમના ટ્રેલરને પણ પાછળ પાડી દીધુ છે. એન્ડગેમના ટ્રેલરને અત્યાર સુધી 3.2 મિલિયન લાઇક્સ મળ્યા છે, જ્યારે દિલ બેચારાના ટ્રેલરને 7.2 મિલિયન લાઇક્સ મળી ચૂક્યા છે. કોઇપણ ફિલ્મના ટ્રેલરને આટલી બધી લાઇક્સ મળવી તે પોતાનામાં જ એક મોટો રેકોર્ડ છે, વળી વ્યૂઝની વાત કરીએ તો ફિલ્મના ટ્રેલરને અત્યાર સુધી 41 મિલિયન વ્યૂઝ મળી ચૂક્યા છે.
સુશાંતની ફિલ્મ દિલ બેચારાએ રિલીઝના 24 કલાકમાં લગભગ 7 મિલિયન લાઇક્સ મળી છે, વળી સુપરસ્ટાર ઋત્વિક રોશનની ફિલ્મ સુપર 30ના ટ્રેલરને રિલીઝ બાદ અત્યાર સુધી કુલ 1.4 મિલિયન લાઇક્સ જ મળી છે.
સુશાંત સિંહ રાજપૂત છેલ્લી ફિલ્મ દિલ બેચારાના ટ્રેલરમાં ખુદને ફાઇટર બતાવતો દેખાઇ રહ્યો છે, જે વાસ્તવિકતામાં વિડંબનાપૂર્ણ છે. ફિલ્મનુ ટ્રેલર સોમવારે રિલીઝ થઇ ગયુ. આમાં તેની જોડી નવોદિત અભિનેત્રી સંજના સાંધીની સાથે છે. દિલ બેચારા 2014ની હૉલીવુડ ફિલ્મ ધ ફૉલ્ટ ઇન ઓવર સ્ટાર્સની રિમેક છે.
ફિલ્મની વાત કરીએ તો આ ફિલ્મમાં સંજના એક દેસી છોકરીનુ પાત્ર નિભાવી રહી છે, જે મરી રહી છે. તેને કેન્સર છે. છોકરી જવાન છે, તેની જિંદગીમાં એક છોકરો જેનો રૉલ સુશાંત નિભાવી રહ્યો છે, આવે છે જે તેને જીવવા માટે પ્રેરિત કરે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement