શોધખોળ કરો
Advertisement
રિયાની ધરપકડને લઇને તાપસી પન્નુએ સુશાંતના પરિવારના વકીલ વિશે શું લખ્યું, જાણો વિગતે
તાપસી પન્નુ દ્વારા શેર કરવામાં આવેલી ખબર પ્રમાણે, વિકાસે રિયા ચક્રવર્તીની ધરપકડ પર કોઇપણ પ્રતિક્રિયા આપવાનો ઇનકાર કરી દીધો અને કહ્યું કે રિયા વિરુદ્ધ આ અમારો કેસ નથી
મુંબઇઃ સુશાંત સિંહ રાજપૂતના મોત સાથે જોડાયેલા એક કેસ મામલે મંગળવારે અભિનેત્રી રિયા ચક્રવર્તીની ધરપકડ થઇ, બૉલીવુડનુ એક જુથ આના પર મૌન છે, જ્યારે બીજુ જુથ આના પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યુ છે, આમાંની એક અભિનેત્રી તાપસી પન્નુ છે. તાપસની પન્નુએ રિયાની ધરપકડ મુદ્દે સુશાંતના પરિવારના વકીલ વિકાસ સિંહનો હવાલો આપીને એક ટ્વીટ કર્યુ છે.
તાપસી પન્નુ દ્વારા શેર કરવામાં આવેલી ખબર પ્રમાણે, વિકાસે રિયા ચક્રવર્તીની ધરપકડ પર કોઇપણ પ્રતિક્રિયા આપવાનો ઇનકાર કરી દીધો અને કહ્યું કે રિયા વિરુદ્ધ આ અમારો કેસ નથી.
વિકાસ સિંહના આ નિવેદનને શેર કરતા તાપસીએ લખ્યું- તેમને (વિકાસ સિંહે) કહ્યું કે આ તેમને કેસ નતી, તો આનો અર્થ એ કે તે (રિયા) લાલચી ન હતી, અને ના તે હત્યારી પરંતુ તે ડ્રગ્સ લેતી હતી, અને તેને અહીંથી ત્યાં પહોંચાડતી હતી. તો આ કેસ જેનો પણ હતો તેમને મુબારક હો. કેમકે સુશાંતને તો નહીં પણ એ લોકોને જરૂર ન્યાય મળી ગયો હશે, મુબારક હો...
જોકે, આના પછી પણ તાપસીએ બીજુ એક ટ્વીટ કર્યુ, જેમાં તેને પહેલાના ટ્વીટમાં એક કરેક્શન કર્યુ. તેને કહ્યું- કેરક્શન, તે (રિયા) ડ્રગ્સ ન હતી લેતી, માત્ર સુશાંત માટે ડ્રગ્સની વ્યવસ્થા કરતી હતી, અને તેના માટે પૈસા આપતી હતી. તો આ કેસમાં સુશાંત જો જીવતો હોય તો તે પણ જેલમાં હોય. ઓહ નહીં. તેને જરૂર સુશાંતને જબરદસ્તીથી ડ્રગ્સ આપ્યો હશે. સુશાંતને મારિજૂઆના ખાવા માટે મજબૂર કરવામાં આવ્યો હશે. આ જ વાસ્તવિકતા છે, અમે કરીને બતાવ્યુ.
આ ઉપરાંત મુલ્ક અને આર્ટિકલ 15 જેવી ફિલ્મોના નિર્દેશક સિન્હાએ પત્રકારો પર નિશાન સાધતા ટ્વીટ કર્યુ. જો હજુ પણ તમે પત્રકાર અનુભવી રહ્યાં છો તો રાજીનામુ આપી દો. તમે ભૂખે નહીં મરો, તમને નવા મિત્રો, મોકો અને મંચ મળી જશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement