શોધખોળ કરો
Advertisement
જાણીતી તમિલ એક્ટ્રેસે કરી આપઘાતની કોશિશ, ક્યા બે રાજકારણી શોષણ કરતા હોવાનો વીડિયોમાં કર્યો આક્ષેપ?
સાઉથ ઇન્ડિયન એક્ટ્રેસ વિજ્યાલક્ષ્મીએ પણ માનસિક તણાવ અને ડિપ્રેશનના કારણે આત્મહત્યા કરવાની કોશિશ કરી છે
નવી દિલ્હીઃ ડિપ્રેશનના કારણે સેલેબ્સ અને ફિલ્મ સ્ટાર્સ ઘણીવાર આત્મહત્યા કરી લેતા હોય છે. તાજેતરમાંજ બૉલીવુડ સ્ટાર સુશાંત સિંહ રાજપૂત ડિપ્રેશનના કારણે આત્મહત્યા કરી લીધી. સાઉથ ઇન્ડિયન એક્ટ્રેસ વિજ્યાલક્ષ્મીએ પણ માનસિક તણાવ અને ડિપ્રેશનના કારણે આત્મહત્યા કરવાની કોશિશ કરી છે.
અભિનેત્રી વિજ્યાલક્ષ્મી આત્મહત્યાની કોશિશ કરી, જોકે, યોગ્ય સમયે તેને બચાવી લેવામાં આવી, અને હાલ તેને સારવાર માટે હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવી છે. સુત્રો અનુસાર વિજ્યાલક્ષ્મીએ આત્મહત્યા માટે બ્લડપ્રેશરની કેટલીક ગોળીઓ એકસાથે ખાઇ લીધી હતી, જેના કારણે બીપી સતત લૉ થઇ રહ્યુ હતુ, પણ સમય સાથે તેને બચાવી લેવામાં આવી છે.
વિજ્યાલક્ષ્મીએ આત્મહત્યાની કોશિશ પહેલા સોશ્યલ મીડિયા પર એક વીડિયો પણ શેર કર્યો હતો. જેમાં તેને જણાવ્યુ હતુ કે તે કઇ રીતે માનસિક તણાવમાંથી પસાર થઇ રહી છે. તેને જણાવ્યુ કે સોશ્યલ મીડિયા પર તેને સતત નિશાન બનાવવામાં આવી રહી હતી, જેનાથી તેના માનસિક સ્થિતિ ખરાબ થઇ ગઇ હતી.
વિજ્યાલક્ષ્મીએ સોશ્યલ મીડિયા પર જણાવ્યુ કે તે સીમન નામના એક વ્યક્તિના કારણે ખુબ તણાવમાં હતી, તેને કહ્યું કે તે સીમન અને તેના માણસોથી ખુબ પરેશાન થઇ ચૂકી છે. તેને બ્લડપ્રેશરની ગોળીઓ ખાધી હોવાની વાત પણ કહી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement