શોધખોળ કરો
Advertisement
લૉકડાઉનમાં આ એક્ટ્રેસે 'કોરોનિકા' બનીને લોકોને ઘરમાં રહેવા આપ્યો ખાસ સંદેશ, વીડિયો વાયરલ
ઉર્વશીએ પોતાના ઇન્સ્ટા એકાઉન્ટ પર વીડિયો શેર કર્યો છે, જેમાં તે લોકોને 'કોરોનિકા' બનીને ડરાવી રહી છે, લોકોને ઘરમાં રહેવા ખાસ સંદેશ આપી રહી છે
મુંબઇઃ નાના પડદાની જાણીતી એક્ટ્રેસ ઉર્વશી ધોળકિયા સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, દેશભરમાં લૉકડાઉનમાં લોકોને ઘરમાં રહેવા માટે ઉર્વશીએ ખાસ ટ્રિક્સ દ્વારા સંદેશ આપ્યો છે. એક્ટ્રેસ ટીવીના પદડા પર કોમોલિકાના રૉલમાં ફેમસ છે, હવે તેને આ સમયે 'કોરોનિકા'નુ રૂપ લીધુ છે.
ઉર્વશીએ પોતાના ઇન્સ્ટા એકાઉન્ટ પર વીડિયો શેર કર્યો છે, જેમાં તે લોકોને 'કોરોનિકા' બનીને ડરાવી રહી છે, લોકોને ઘરમાં રહેવા ખાસ સંદેશ આપી રહી છે.
ટીવી એક્ટ્રેસ વીડિયોમાં કહી રહી છે, 3 મે સુધી લૉકડાઉન વધારાયુ પણ કોરોનાની અસર ખતમ થવાની નથી. વીડિયોમાં 'કોરોનિકા' બની છે, તે કહે છે કેટલાક મુરખ છે આ લોકો, તમને શું લાગે છે હુ આસાનીથી જતી રહીશ. ના... હું બિલકુલ નહીં છોડુ....
ટીવી પદડા પર કોમોલિકા અને સોશ્યલ મીડિયા પર હવે 'કોરોનિકા'નો અવતાર ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે, લોકો વીડિયો પર કૉમેન્ટ અને લાઇક્સ કરી રહ્યાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement