શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
બૉલીવુડ છોડી ચૂકેલી કઇ હૉટ એક્ટ્રેસે ફેનને અપીલ કરીને કહ્યું કે પ્લીઝ તમારી પ્રૉફાઇલમાંથી મારો ફોટો હટાવી લો...
હાલ ઝાયરા વસીમ ફિલ્મ ઇન્ડસ્ટ્રી છોડી ચૂકી છે, જોકે, આમિર ખાન સાથે દંગલ ફિલ્મમાં કામ કર્યા બાદ ઝાયરા વસીમ લાઇમલાઇટમાં આવી ગઇ હતી
મુંબઇઃ બૉલીવુડમાં દંગલ ગર્લના નામથી જાણીતી થયેલી ઝાયરા વસીમે પોતાના ફેન્સને એક અપીલ કરી છે, તેને ફેન્સે પોતાની પ્રૉફાઇલમાંથી તેનો ફોટો હટાવી લેવા કહ્યુ છે. ઝાયરા વસીમે ઇન્સ્ટાગ્રામ પર એક પૉસ્ટ લીખીને ફેન્સો આભાર વ્યક્ત કરતા લખ્યું છે કે મારી તમારા બધાને રિક્વેસ્ટ છે કે પોતાના એકાઉન્ટમાથી મારી ફોટોઝને હટાવી લો, સાથે અન્ય ફેન પેજને પણ આમ કરવાનુ કહો.
ઝાયરા વસીમે આગળ લખ્યું- ઇન્ટરનેટ પરથી તમામ તસવીરો હટાવની તો સંભવ નથી પરંતુ હું ફેન પેજને એ રિક્વેસ્ટ કરુ છુ કે કમ સે કમ તમે લોકો તો આગળ શેર ના કરતા. સાથે આમ ના થાય તે માટે મારી મદદ પણ કરશો. સાથે ઝાયરા વસીમે એ પણ કહ્યું કે હું મારી જિંદગીનો નવો અધ્યાય શરૂ કરવા ઇચ્છુ છુ, અને ફેન્સનો સહયોગ બહુ કામનો છે.
ઉલ્લેખનીય છે કે પહેલી ફિલ્મ દંગલ સુપરહિટ થતાં જ ફેન્સઝાયરા વસીમને દંગલ ગર્લના નામથી ઓળખવા લાગ્યા હતા. આ બધાની વચ્ચે ઝાયરા વસીમ સોશ્યલ મીડિયા પર એક એવી જાહેરાત કરી કે બધા ચોંકી ગયા. તેને ઇન્સ્ટાગ્રામ પ એક લાંબો લેખ લખ્યો જેમાં તેને બૉલીવુડ છોડવાની જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે, હાલ ઝાયરા વસીમ ફિલ્મ ઇન્ડસ્ટ્રી છોડી ચૂકી છે, જોકે, આમિર ખાન સાથે દંગલ ફિલ્મમાં કામ કર્યા બાદ ઝાયરા વસીમ લાઇમલાઇટમાં આવી ગઇ હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
એસ્ટ્રો
મનોરંજન
Advertisement
gujarati.abplive.com
Opinion