શોધખોળ કરો
Advertisement
બોલિવૂડની આ એક્ટ્રેસને કોર્ટે ફટકારી 6 મહિના જેલની સજા, જાણો શું છે આરોપ
પૂનમ સેઠીએ કોઈના મિત્રા વિરદ્ધ ચેક બાઉન્સની ફરિયાદ નોંધાવી હતી.
નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટ્રેસ કોઈના મિત્રાને એક મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટે ચેક બાઉન્સ કેસમાં 6 મહિનાની જેલની સજા ફટકારી છે. એટલું જ નહીં કોર્ટે એ પણ આદેશ કર્યો છે કે કોઈના, ફરિયાદને વ્યાજ સહિત 4.64 લાખ રૂપિયા ચૂકવે.
આ ઘટના 2013ની છે. પૂનમ સેઠીએ કોઈના મિત્રા વિરદ્ધ ચેક બાઉન્સની ફરિયાદ નોંધાવી હતી. સેઠીનું કહેવું હતું કે, કોઈનાએ તેની જરૂરત જણાવીને તેની પાસેથી 22 લાખ રૂપિયા ઉધાર લીધા હતા. આ રકમ પરત આપવા માટે કોઈનાએ પૂનમને 3 લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો, જે બાઉન્સ થયોહતો. ચેક બાઉન્સ થયા બાદ પૂનમ સેઠીએ ફરિયાદ નોંધાવી હતી.
જોકે કોઈનાએ પોતાના પર લાગેલ આરોપને ખોટો ગણાવ્યો હતો અને કહ્યું હતું કે, સેઠીની પાસે ઉધાર આપવાની ક્ષમતા જ ન હતી. સેઠીએ તેના ચેક્સ ચોરી લીધા હતા. જો કે સેઠીએ કોઈનાના આ પ્રકારના આરોપોને ફગાવી દીધા હતા અને કોઈનાને છ મહિનાની જેલ સંભળાવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
ક્રાઇમ
એસ્ટ્રો
Advertisement
gujarati.abplive.com
Opinion