શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
જાણીતા કોરિયોગ્રાફર સરોજ ખાનનું મુંબઈમાં નિધન, જાણો શું આવ્યો હતો કોરોના રિપોર્ટ
ગત વર્ષ (2019)માં તેમણે ધમાકેદાર મલ્ટીસ્ટાર ફિલ્મ ‘કલંક’ અને કંગના રનૌતની ફિલ્મ ‘મણિકર્ણિકા: ધ ક્વીન ઓફ ઝાંસી’માં એક એક ગીતનું કોરિયોગ્રાફ કર્યું હતું.
![જાણીતા કોરિયોગ્રાફર સરોજ ખાનનું મુંબઈમાં નિધન, જાણો શું આવ્યો હતો કોરોના રિપોર્ટ choreographer saroj khan died with cardiac attack at age of 72 જાણીતા કોરિયોગ્રાફર સરોજ ખાનનું મુંબઈમાં નિધન, જાણો શું આવ્યો હતો કોરોના રિપોર્ટ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/07/03134827/saroj-khan.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુંબઈઃ પ્રખ્યાત કોરિયોગ્રાફર સરોજ ખાનનું મુંબઈના બાંન્દ્રા સ્થિત ગુરૂ નાનક હોસ્પિટલમાં નિધન થયું છે. 17 જૂને શ્વાસ લેવામાં થતી તકલીફના લીધે હોસ્પિટલમાં દાખલ થયેલા સરોજ ખાન શુક્રવારે આજે સવારે 1.52 વાગ્યે કાર્ડિયાક અરેસ્ટથી મૃત્યુ પામ્યા છે. કોરિયોગ્રાફર સરોજ ખાન ડાયાબિટીસ અને બીજી બિમારીથી ઝઝૂમી રહ્યા હતા. એમનો કોરોના ટેસ્ટ પણ નેગેટિવ આવ્યો હતો. તેઓ 72 વર્ષના હતા. હવે મુંબઈના ચારકોપ કબ્રિસ્તાનમાં તેમના સુપુર્દ-એ-ખાક કરવામાં આવશે.
સરોજ ખાનના પરિવારમાં પતિ બી. સોહનલાલ, દીકરો હામીદ ખાન અને પુત્રી હિના ખાન અને સુકના ખાન છે. ત્રણ વર્ષની ઉંમરે બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કામ શરૂ કરનાર સરોજ ખાનને 1974માં 'ગીતા મેરા નામ' સાથે સ્વતંત્ર કોરિયોગ્રાફર તરીકે પહેલો બ્રેક મળ્યો હતો.
તેઓ લાંબા સમયથી પોતાના કામથી દૂર હતા, પરંતુ ગત વર્ષ (2019)માં તેમણે ધમાકેદાર મલ્ટીસ્ટાર ફિલ્મ ‘કલંક’ અને કંગના રનૌતની ફિલ્મ ‘મણિકર્ણિકા: ધ ક્વીન ઓફ ઝાંસી’માં એક એક ગીતનું કોરિયોગ્રાફ કર્યું હતું.
તમને જણાવી દઈએ કે, બોલિવુડના દિગ્ગજ કોરિયોગ્રાફરે માત્ર 3 વર્ષની ઉંમરથી પોતાનું બેકગ્રાઉન્ડ ડાંસર કારકિર્દી શરૂ કરી હતી. તેમણે 1974માં પહેલી વખત ગીતા મેરા નામથી કોરિયોગ્રાફર તરીકે ફિલ્મ ઈન્ડરસ્ટ્રીઝમાં કામ મળ્યું હતું. પોતાના કારકિર્દીમાં 2000થી વધારે ગીતોમાં કોરિયોગ્રાફી કરનારી આ દિગ્ગજને ત્રણ વખત નેશનલ એવોર્ડ પણ મળી ચૂક્યા છે. સરોજ ખાને ઘણી એવી પણ ફિલ્મો છે જેમાં તેમણે રાઈટર તરીકે પણ કામ કર્યું છે.
મિસ્ટર ઈન્ડિયાનું હવા હવાઈ(1987), તેઝાબથી એક દો તીન(1988), બેટા ફિલ્મથી ધક-ધખ કરને લગા(1992) અને દેવદાસથી ડોલા રે ડોલા(2002) તેમના આઈકોનિક ડાન્સ નંબર છે. એમણે છેલ્લી વાર 2019માં કરણ જોહરના પ્રોડક્શન કલંકનું ગીત તબાહ હો ગઈમાં માધુરી દીક્ષિતને કોરિયાગ્રાફ કરી હતી.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
દેશ
બિઝનેસ
સમાચાર
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)