શોધખોળ કરો

એકટર અનુપમ શ્યામની મદદ માટે આગળ આવ્યા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ

અનુપમ શ્યામે 'હજારો ખ્વાઈશે એસી', 'પરઝાનિયા', 'લજ્જા', 'નાયક', 'દુબઈ રિટર્ન્સ', 'શક્તિઃ ધ પાવર', 'બેંડિટ ક્વીન', 'સ્લમડોગ મિલિયોનેર' જેવી અનેક ફિલ્મોમાં અભિનય કર્યો છે.

લખનઉ: ગંભીર રૂપથી બીમાર ટીવી કલાકાર અનુપમ શ્યામ ઓઝાની મદદ માટે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આગળ આવ્યા છે. તેમણે સારવારમાં સંભવ દરેક મદદ માટે અધિકારીઓને આદેશ આપ્યા છે. સાથે જ મુખ્યમંત્રીએ તેમના જલ્દી સ્વસ્થ થવાની કામના કરી છે. ટીવી કલાકાર અનુપમ શ્યામ ઓઝા મૂળ ઉત્તરપ્રદેશના પ્રતાપગઢના છે. કિડનીની સમસ્યાના કારણે તેમની તબીયત અચાનક ખરાબ થઈ ગઈ હતી, તેમની સારવાર મુંબઈની એક ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે મશહૂર ટીવી કલાકારને ડૉક્ટરોએ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવવાની સલાહ આપી છે. પરંતુ આર્થિક સ્થિતિ યોગ્ય ન હોવાના કારણે અનુપમ શ્યામ સારવાર કરાવવામાં અસમર્થ હતા. સોશિયલ મીડિયા પર તેમની બીમારીના સમાચાર વાયરલ થયા બાદ ઘણા નેતાઓ અને એક્ટર્સ મદદ માટે આગળ આવ્યા છે. ઉત્તરપ્રદેશના પૂર્વ કેબિનેટ મંત્રી રધુરાજ પ્રતાપ સિંહ ઉર્ફ રાજા ભૈયાએ પણ તેમની સારવાર માટે પાંચ લાખ રૂપિયાની મદદ કરી છે. ઉત્તરપ્રદેશના પ્રતાપગઢમાં જન્મેલા અને નાટકની દુનિયાથી અભિનયની શરૂઆત કરનારા અનુપમ શ્યામે 'હજારો ખ્વાઈશે એસી', 'પરઝાનિયા', 'લજ્જા', 'નાયક', 'દુબઈ રિટર્ન્સ', 'શક્તિઃ ધ પાવર', 'બેંડિટ ક્વીન', 'સ્લમડોગ મિલિયોનેર' જેવી અનેક ફિલ્મોમાં અભિનય કર્યો છે. ટીવી સીરિયલ 'મન કી આવાઝ પ્રતિજ્ઞા'માં તેણે ઠાકુર સજ્જન સિંહનો રોલ કર્યો હતો. જે માટે તેને એવોર્ડ પણ મળ્યો હતો. અનુપમના સંબંધીઓનું કહેવું છે કે તેમની તબીયતમાં સુધારો થયો છે. તેમનેઆઈસીયૂમાંથી ડાયાલિસિસ માટે પ્રાઈવેટ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ

LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત

જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું

વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો

વિડિઓઝ

Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી
Tharad News : થરાદ નર્મદાની મુખ્ય કેનાલમાંથી મળ્યો યુવકનો મૃતદેહ
Chaudhary Samaj : ઉત્તર ગુજરાતમાં મહંત બળદેવગિરિ સામે આક્રોશ
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ

ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ

આજે સોનામાં કડાકો! 24થી લઈને 18 કેરેટના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ

તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી

Embed widget