શોધખોળ કરો
Advertisement
ડ્રગ્સ કેસમાં પૂછપરછ બાદ કૉમેડિયન ભારતી સિંહની NCBએ કરી ધરપકડ
ડ્રગ્સ પેડલર્સ પાસેથી મળેલી ગુપ્ત માહિતી બાદ ટીવી એક્ટ્રેસ અને કોમેડિયનના ફ્લેટ પર NCBએ રેડ પાડી હતી.
મુંબઈ: ડ્રગ્સ કેસમાં ‘ધ કપિલ શર્મા શૉ’ની કોમેડિયન ભારતી સિંહને એનસીબીએ ધરપકડ કરી લીધી છે. તેના પતિ હર્ષ લિંબચિયાની પૂછપરછ ચાલી રહી છે. આ પહેલા નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ (NCB) ભારતી સિંહના ઘરે રેડ પાડી હતી.
ડ્રગ્સ પેડલર્સ પાસેથી મળેલી ગુપ્ત માહિતી બાદ ટીવી એક્ટ્રેસ અને કોમેડિયનના ફ્લેટ પર NCBએ રેડ પાડી હતી. દરોડા દરમિયાન શંકાસ્પદ પદાર્થ(ગાંજો) મળી આવ્યો હતો. બપોરે ત્રણ વાગ્યા બાદ ભારતીની ધરપકડ કરાઈ છે.
ભારતી સિંહના ઘરેથી ગાંજો મળ્યા બાદ બન્નેને એનસીબીએ પહેલા કસ્ટડીમાં લીધા હતા. પૂછપરછ બાદ ભારતીની ધરપકડ કરાઈ છે. એનસીબીએ ભારતી અને હર્ષના ઘરે રેડ પાડી હતી. તેના બાદ બન્નેના ઘરેથી 86.5 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. એનસીબીએ માત્ર ઘર પર જ નહીં પણ ભારતીસિંહના ઓફિસ પર પણ દરોડા પાડ્યા હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ એક પેડલરે તેની પૂછપરછ દરમિયાન ભારતી અને હર્ષ લિંબાચીયાના નામ લીધા હતા જેને પગલે એનસીબીએ દરોડા પાડ્યા હતા. સૂત્રો અનુસાર બન્ને ગાંજો લેવા હોવાની વાત કબૂલી હતી.
હર્ષ પર પણ ધરપકડની તલવાર લટકી રહી છે. હાલ તેની પૂછપરછ ચાલી રહી છે. એવામાં પૂરી શક્યતા છે કે, મોડી રાતે અથવા 8 વાગ્યા બાદ તેની પણ ધરપકડ થઈ શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
દેશ
બિઝનેસ
Advertisement