શોધખોળ કરો
Advertisement
એક્ટ્રેસ વાણી કપૂર વિરુદ્ધ મુંબઈમાં ફરિયાદ, પહેર્યું હતું 'હરે રામ' લખેલું બિકિની ટોપ
મુંબઈમાં વાણી કપૂર સામે ફરિયાદ નોંધાઈ છે. મુંબઈવાસીએ વાણી પર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે.
મુંબઈ: એક્ટ્રેસ અભિનેત્રી વાણી કપૂરે થોડા દિવસો પહેલા એક તસવીર શેર કરી હતી. આ તસવીરમાં વાણી કપૂરે 'હરે રામ' લખેલું બિકીની ટોપ પહેર્યું હતું. આ પછી તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી હતી. હવે મુંબઈમાં વાણી કપૂર સામે ફરિયાદ નોંધાઈ છે. મુંબઈવાસીએ વાણી પર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે.
આ ફરિયાદ એન.એમ.જોશી માર્ગ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. ફરિયાદી રામા સાવંતે કહ્યું હતું કે વાણી કપૂરને તેમનું નિવેદન નોંધવા માટે બોલાવવામાં આવી હતી. વાણી કપૂરની આ ટોપ પહેરેલી તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ ઘણા લોકોએ તેના પર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો હતો. લોકોએ વાણી પર ભગવાનના નામને કલંકિત કરવાનો આરોપ લગાવ્યો હતો અને તેનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી હતી. મામલો વધ્યા પછી વાણી કપૂરે ફોટો ઇન્સ્ટાગ્રામ પરથી હટાવ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ક્રિકેટ
ગુજરાત
Advertisement