શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Coronavirus Effect: કોરોના વાયરસે જાણીતી અભિનેત્રીના પિતાનો લીધો જીવ, તેણે શેર કરી અંતિમ તસવીર
સોફિયાએ ટ્વિટર પર લખ્યું હતું કે, ભગવાન તમારા આત્માને શાંતિ અર્પે પીટર માયલ્સ. મારા પ્રિય પિતા થોડાં સમય અગાઉ જ મૃત્યુ પામ્યા છે. કોરોના વાયરસે તેમનો જીવ લીધો છે.
હોલિવૂડની જાણીતી અભિનેત્રી સોફિયા માયલ્સે જણાવ્યું છે કે, તેના 67 વર્ષીય પિતાનું કોરોના વાયરસના કારણે મોત નીપજ્યું હતું. સુપરહિટ ફિલ્મ ટ્રાન્સફોર્મર્સની 40 વર્ષીય અભિનેત્રી સોફિયાએ ટ્વિટરના માધ્યમથી શનિવારે આ દુઃખદ ઘટનાના સમાચાર આપ્યા હતા. તેણે પોતાના પિતા સાથેની અંતિમ ક્ષણોની તસવીર પણ પોસ્ટ કરી હતી.
સોફિયાએ ટ્વિટર પર લખ્યું હતું કે, ભગવાન તમારા આત્માને શાંતિ અર્પે પીટર માયલ્સ. મારા પ્રિય પિતા થોડાં સમય અગાઉ જ મૃત્યુ પામ્યા છે. કોરોના વાયરસે તેમનો જીવ લીધો છે.
તેણે પોતાના પિતાના મૃત્યુના સમાચાર આપ્યા તેના થોડા કલાકો પહેલા જ સોફિયા હોસ્પિટલમાં પોતાના પિતાને મળવા ગઈ હતી. તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. સોફિયાએ પોતાના પિતા સાથેની તસવીર પોસ્ટ કરી હતી. તસવીરમાં જોવા મળે છે કે, સોફિયાએ પણ સુરક્ષાનું પૂરૂ ધ્યાન રાખ્યું હતું. તેણે પોતાના પિતાના માથા પર હાથ ફેરવ્યો હતો. અગાઉ તેણે ટ્વિટ કર્યું હતું કે, ગઈ કાલે હું મારા પિતાની તબીયત જોવા ગઈ હતી. કોરોના વાયરસનું આ એક આકરું સત્ય છે.
નોંધનીય છે કે, ઓગસ્ટ 2018મા સોફિયાએ જણાવ્યું હતું કે, તેના પિતાને પાર્કિન્સનથી પીડાઈ રહ્યા છે. સોફિયા ટ્રાન્સફોર્મર્સ ઉપરાંત ડોક્ટર હુ, સ્પૂક્સ, મૂનલાઈટ અને હોલિવૂડની સુપર હિટ ફિલ્મ અંડરવર્લ્ડમાં ભૂમિકા ભજવી ચૂકી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
મનોરંજન
Advertisement
gujarati.abplive.com
Opinion