શોધખોળ કરો
Advertisement
દીપિકા પાદૂકોણ જ્યાં પાસપોર્ટ રાખે છે તે કવરનો ભાવ સાંભળીને આંચકો લાગશે, જાણો તેની કિંમત
શુક્રવારે ફિલ્મ ફેસ્ટિવલના બીજા દિવસે તેણે રેડ કાર્પેટ પર એન્ટ્રી મારી હતી. દીપિકા પાદુકોણે ફેસ્ટિવલમાં જતાં પહેલાં એર ટીકિટ સાથે પાસપોર્ટ કવરનો એક ફોટો શેર કર્યો હતો.
મુંબઈ: અભિનેત્રી દીપિકા પાદુકોણ હાલ ફ્રાન્સમાં ચાલી રહેલા ‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’માં પહોંચી છે. શુક્રવારે ફિલ્મ ફેસ્ટિવલના બીજા દિવસે તેણે રેડ કાર્પેટ પર એન્ટ્રી મારી હતી. દીપિકા પાદુકોણે ફેસ્ટિવલમાં જતાં પહેલાં એર ટીકિટ સાથે પાસપોર્ટ કવરનો એક ફોટો શેર કર્યો હતો.
આ પાસપોર્ટ કવરની કિંમત 52,936 રૂપિયા છે. દીપિકાનું રોયલ બ્લુ કલરનું લેધર પાસપોર્ટ કવર ‘Goyard’ બ્રાન્ડનું છે. કંપનીની વેબસાઈટ પર તેની કિંમત 755 યુએસ ડોલર (લગભગ 52,936 રૂપિયા) છે જેના પર કંપની 20% છૂટ આપી રહી છે.
એટલે 20% છૂટ બાદ પણ તેની કિંમત 675 યુએસ ડોલર (લગભગ 47,307 રૂપિયા) છે. ‘Goyard’ કંપની પેરિસની કંપની છે જે લેધર પ્રોડક્ટ્સ બનાવે છે. તેની સ્થાપના 1853માં થઇ હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion